________________
૧૮૫
વચ્ચે ખૂનરેજી થશે એવા ભયથી ખીન્ન ચાર્લ્સ મન્મથને દેશપાર કર્યો હતા. એ કાંકડા દેખાવને, શૂર ને લોકપ્રિય ડયુક હવે બ્રસેલ્સથી હૅલંડ ગયા તે ત્યાંથી ઇંગ્લેંડના પશ્ચિમ કિનારા ઉપર ઉતર્યાં. ડૅસેટ ને સામસેંટના પ્યુરિટન ખેડુતો તેના પક્ષમાં ભળ્યા. ટાઉટન મુકામે બીજા જેઇમ્સ રાજા તરીકે મન્મથ જાહેર થયા; પણ સેડ્જસૂર (Sedgemoor) પાસે તેનું -નમાલું લશ્કર ચર્ચિલ સાથે લડતાં સખ્ત હારી ગયું, જીન, ઇ. સ. ૧૬૮૫. મન્મથ પોતે કેદ પકડાયા. તેણે જેઇમ્સ પાસે જિંદગી માટે ધણા કરુણુ કાલાવાલા કર્યા પણ રાજાએ તેને ફ્રાંસીએ ચડાવ્યા. મન્મથને આશરો કે મદ આપનારાં સ્ત્રીપુરુષોને પણ ઘણી ઘાતકી શિક્ષાએ કરવામાં આવી. રાજાનું લશ્કર પણુ એવા જ ઘાતકીપણે વસ્યું. લગભગ એક હજાર માણસને વેસ્ટ ઇન્ડીઝના ટાપુઓમાં ગુલામીમાં વેચવામાં આવ્યા ને ત્રણસે માણસાને દેહાંતદંડ આપવામાં આવ્યા. આવી શિક્ષા આપવામાં જેમ્સને ન્યાયાધીશ જેફ્રીઝે (Jeffreys) મદ કરી. શિક્ષા કરતાં અદાલતમાં તેની ક્રૂર ખોલી આરોપીઓનાં હાજાં ગગડાવી નાખતી. તે પંચાને દબાવીને આરોપીને દેહાંતદંડની કે દેશપારની સજા કરાવતા, તે સ્ત્રીઓને જીવતી બાળી મૂકવાની કે ડૂબાડી મારી નાખવાની સજા ફરમાવતાં અચકાતા નહિ. આ કારણેાથી જેફ્રીઝની અદાલતાને Bloody Assizes નામથી લોકો ઓળખતા થયા. મન્મથની સાથે સ્કોટ્લડમાં ડયુક આવ્ આર્ગાલે લશ્કર ઉતાર્યું હતું, પણ હારી જતાં તેને ફ્રાંસી દેવામાં આવી તે તેનાં માણસો વીખાઈ ગયાં.
પરિણામા—આ બે ખંડા નિષ્ફળ ગયાં તેથી ન્ડિંગ લોકો ત્રીજા વિલિયમ સાથે વગર સંકોચે તે છૂટથી સહકાર કરી શકયા. બીજું, જેમ્સે અંડાને દાબી દેવા માટે ૬,૦૦૦ની સંખ્યામાંથી ૩૦,૦૦૦ની સંખ્યાનું મોટું લશ્કર ઉભું કર્યું. તે હવે એમ માનવા લાગ્યા કે આ મેટા લશ્કર વડે ઈંગ્લંડમાં રામન કૅથાલિક પંથ ને રાજાની અનિયંત્રિત સત્તા સ્થાપી શકાશે.
જેઇમ્સની થાલિક તે આપખુદ રાજ્યનીતિ, ઇ. સ. ૧૬૮૫-૧૬૮૮.—ઉપર કહ્યું તેમ, જેમ્સના જીવનના મુખ્ય હેતુ ઇંગ્લંડમાં