________________
૧૯૪
આશા રાખતા હતા. જેમ્સ રોમન કૅથાલિક પંથના હતા તે તે હવે દેશનું નાનું બાળક પણ જાણતું હતું. પણ ગાદી મેળવવામાં તેને ઇંગ્લેંડના ઍંગ્નિનાની જબરદસ્ત મદદ મળી હતી. જે રાજા તે લોકોને રીઝવી શકે તે રાજા પોતાની આપખુદ સત્તા ગમે તે પ્રકારે વાપરી શકે એ બાબત તેનાથી અજાણી રહેલી ન હેાય. જેઈમ્સના ઉપર લોકોના વિશ્વાસ હતા. ગાદીએ આવ્યા પછી તુરત જ તેણે લોકાના તમામ હકોને જાળવી રાખવાનું વચન આપ્યું તે પ્રજા તેથી સંતેષ પામી. પણ જેઈમ્સમાં જરા પણ આવડત નહેાતી. વળી તેનામાં જરા પણ હિંમત નહાતી. અણીને સમયે તે એકદમ ડરી જતો. નાની નાની ખાખતામાં પણ તે આપખુદ થઈ જતા. તે ધર્મ ણા ઝનુની હતા. અંગ્રેજો અત્યાર સુધી એમ માનતા હતા કે નવા રાજા ધર્મની બાબતને નહિ છંછેડે. પણ આ માન્યતા ખોટી ઠરી. જેઈમ્સ ધર્મના વિષયમાં એક્દમ કડકાઈ બતાવવા માગતા હતા. એ વલણથી તેની સત્તાનેા નાશ થયા.
એસતા રાજાનેા અમલ.—ગાદીએ આવ્યા પછી તુરત જ જેમ્સે પોતાના ગાદી ઉપરના હકને અનુમેદન આપનારાઓ–મુખ્યત્વે સંડલંડ ને ગાડાલ્ફિન–ને મંત્રિમંડળમાં જગ્યા આપી, ને મર્હુમ રાજાની તે પોતાની રખાતાને દરબારમાંથી કાઢી મૂકી. કાયમ માટે લોકો પાસેથી જગાત વસુલ કરવા તેણે હુકમ બહાર પાડયા. આ હુકમને પાલમેંટની સંમતિ મળી નહાતી તેથી ઘણા સમજી લોકો નાખુશ થયા. જેઈમ્સે નૈૠત્ય કાણુનાં પરગણાંનાં
પ્યુરિટને એટલા તે દંડ્યા કે તે પ્રદેશમાં તે સમયKilling timeમહામારીના વખત કહેવાયેા. રાજાએ તુરત નવી પાર્લમેંટ ખોલાવી. તેના લગભગ તમામ સભાસદો રાજાના પક્ષના ટેરિ હતા. તેમણે જેઇમ્સને માગ્યું નાણું આપ્યું. આવી રીતે શરૂઆતમાં તે રાજાપ્રજા વચ્ચે ઠીકઠીક ચાલ્યું.
મન્મથ તે આર્ગાઇલનાં ખંડા, ઇ. સ. ૧૬૮૫.—જ્યારે ઍસ્સી જેવા લ્ડિંગ આગેવાનેાએ મન્મથનો પક્ષ લીધો ત્યારે દેશમાં બે પક્ષ
* We have now the word of a king and a word never yet broken.