________________
૧૭૭
કે તે જરા પણ ઉપયોગી નહોતું. ઇંગ્લંડના લોકોને આ વાત પસંદ પડી નહિ, ઈ. સ. ૧૬૬૨.
ડચ લોકો સાથે વિગ્રહ, ઈ. સ. ૧૬૬૫-૬૮–પેસિફિક ને હિંદી મહાસાગરમાં, પશ્ચિમ ભાગમાં ને ઉત્તર સમુદ્રમાં, ડચ લેકે ને અંગ્રેજ લોકો વચ્ચે હજુ હરીફાઈ ચાલતી હતી. ઈંગ્લંડમાં ડયુક ઑવ્ ર્ક, એલ્લિી, આલિંગ્ટન, વગેરે કલંડનના શત્રુઓને દૂર કરવા રાજાને લડાઈનું બહાનું જોઈતું હતું. તેથી ઈ. સ. ૧૬૬પમાં પાર્લમેટે રાજાને ખૂબ નાણું આપ્યું ને માર્ચ માસમાં હોલેડ સામે લડાઈ જાહેર કરવામાં આવી. જુન માસમાં Lowestoft–લે સ્ટોફટ પાસે ઈગ્લેંડના દરિયાઈ કાફલાની ફતેહ થઈ બીજી બે ફતેહે એવી રીતે ઈગ્લેંડને મળી, ઈ. સ. ૧૬૬૬. પણ ઈ. સ. ૧૯૪૭ના જુનમાં એક ડચ દરિયાઈ કાફલો ટેઈમ્સ નદીમાં દાખલ થયો ને તેણે ચનલ ઉપર તેને મારે ચલાવ્યું. ઇંગ્લંડના કે એકદમ ગભરાઈ ગયા. ચાસે Breda-બ્રેડ મુકામે સુલેહ કરી, જુલાઈ ઈ. સ. ૧૬૬૭. ઈંગ્લડને આ સુલેહથી અમેરિકામાં ન્યૂ ર્ક ને ન્યૂ જર્સનાં સંસ્થાને મળ્યાં.
ત્રિપક્ષ કરાર (Triple Alliance), ઇ. સ. ૧૬૬૮, ઈ. સ. ૧૬૬૭માં લૂઈએ પેઈનના પ્રાંત નેધલંડ ઉપર મોટી સવારી મોકલી. ઈંગ્લંડ હવે શું કરશે એ બધાં યુરેપી રાજે વિચારવા લાગ્યાં. ચાર્લ્સ એક તરફથી લુઈને પક્ષ કરતો હતે; બીજી તરફથી તેણે સર વિલિયમ ટેપલને હોલિડ મેકલ્યું. તે બાહોશ અંગ્રેજ વકીલે ઈગ્લેંડ, હોલડ ને સ્વિડનની વચ્ચે કરાર કરાવ્યું, ને ફ્રાંસ જે લખી આપેલી શરતે ઉપરાંત જાય તે તેની સામે લડવા સહીઓ લખાવી લીધી. લૂઈ ઘણે ચીડવાયો. તેણે પણ પેઈન સાથે સુલેહ કરી લીધી. પરિણામે યુરોપના દરબારમાં ઈંગ્લેંડનું વજન વધ્યું.
ડેવરના બે કરાર-એક છુપ ને એક જાહેર-ઈ. સ. ૧૬૭૦-૭૧, પણ ચાર્લ્સને પિતાને ત્રિપક્ષ કરાર પસંદ નહે, ને લૂઈની પાસેથી વધારે પૈસા પડાવવા માટે માત્ર તેણે તે કરારને પિતાની સંમતિ આપી હતી. ક્રાંસ સાથે વાટાઘાટે તે હજુ ચાલતી જ હતી. ઈ. સ. ૧૬૭૦ના
B૧૨