SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ તેને કયા ગુન્હાસર પકડવામાં આવ્યું છે તેની ખબર પણ કરવા જોઈએ, એમ કહ્યું. આ પાર્લમેંટે જેઈમ્સને ગાદીથી બાતલ કરવાનું હાથમાં લીધું. પણ રાજાને તે વાત ગમતી નહતી, તેથી તેણે અકટોબરમાં પાર્લમેંટને એકદમ રજા આપી. પણ નવી પાર્લમેટે વધારે કડકપણે જેઈમ્સના ગાદી પરના હકને ડુબાવવા યત્ન કર્યો તેથી તેને પણ રજા મળી, જાન્યુઆરિ, ઈ. સ. ૧૬૮૧નવી પાર્લમેટને સફર્ડ મુકામે બેલાવવામાં આવી. તેણે એવો જ વિરોધ બતાવ્યો એટલે તેને પણ રજા આપવામાં આવી ને રાજાને વિજય થયો. કંબાલ–હાઈડ અથવા અર્લ વ્ કલેંડન પછી રાજા સ્વતંત્ર કારભાર કરવા મંડ્યો, પણ પિતાના સલાહકાર તરીકે તેણે પાંચ જણાને રાખ્યા. એ લેકનાં નામે Clifford, Arington, Buckingham, Ashley અને Lauderdale હતાં, ને તે નામના પહેલા અક્ષરેને CABA, કેબલ શબ્દ થતું હતું તેથી તેમને કારભાર કેબલને કારભાર કહેવાય છે! એ કારભાર પાછળથી એટલે બધે વગેવાય કે અત્યારે કોઈ પણ ખરાબ મિત્રમંડળ “કંબાલ' કહેવાય છે. આ સલાહકારોમાં કિલર્ડ ને આર્લિંગટન કેથોલિક હતા. બકિંગહામ જેઈમ્સના ને ચાર્સના માનીતા બકિંગહામને પુત્ર-ધર્મની બાબતમાં બેદરકાર અને લંપટ હતે. એશ્લી ધર્મની બાબતમાં બેદરકાર, પણ નહિતર યુરિટનેને ખાસ પક્ષકાર, હતો, ને લંડરડેઈલ દેખાવે એપિસ્કેપસિને, પણ અંદરથી ઈડિપેન્ડન્ટ પક્ષકાર, હતા. એ લોકો એકમત નહતા તેમાં જ રાજાનું બળ સમાએલું હતું, કારણ કે રાજાને પણ કૅથલિક લેકોને પ્રસન્ન રાખવા હતા. માત્ર બે બાબતમાં આ પાંચ જણઓ એકમત હતા. તેઓ બધા ક્લેરડન વિરુદ્ધ હતા અને તેમને ઈંગ્લંડમાં ધર્મસહિષ્ણુતાનું ધોરણ દાખલ કરવું હતું. પણ પાલમેંટ તેથી વિરુદ્ધ હતી. તેથી કલેંડન દેશપાર થયે, એટલે તુરત જ આ મંત્રીઓ પણ પરસ્પર ખટપટ કરવા લાગ્યા ને તેમાંના કેટલાકે રાજાના ગુણમાં ગુપ્ત મંત્રને પણ પ્રજાના ને પાર્લમેંટના મત વિરુદ્ધ પિષવા લાગ્યા. તેમાં એક પણ ગ્લિકન નહે. ઈ. સ. ૧૬૭૦ની સાલથી આ. નવા મંત્રિમંડળ મારફત ચાર્લ્સ કારભાર કરવા લાગ્યો.
SR No.032689
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1912
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy