________________
૧૯૦
અપમાન કદી સહન કરતા નિહુ. તેનામાં વૈરબુદ્ધિ જરા પણ નહેાતી, તે કોઈક વાર જ ગુસ્સે થતા. માણસાની પરીક્ષા કરવામાં તે ખાડેાશ હતું, વિજ્ઞાન, કળા ને વહાણના ઉદ્યોગના તેને સારા શાખ હતા. પણ દેશાવરના વસવાટથી, રોમન કૅથાલિકાના સહવાસથી, પ્રેસ્પિટેરિઅનેાએ તે પ્યુરિટનોએ રાજકુટુંબને કરેલી સતામણીથી, અને બ્રિટિશ ટાપુઓના કૅથાલિકાની વફાદારીથી, તેને ઈંગ્લેંડના લોકેાના વિચારો અથવા ઈંગ્લંડની ઇજ્જત માટે ખાસ દરકાર નહેાતી. ચાર્લ્સ પોતાની ઇજ્જત ટકાવી રાખવામાં ભારે ચાલાક હતા. તેને સરસ “મતા” રમતાં આવડતું; રાજા રાજકીય “પટાબાજી” સુંદર રીતે ખેલી શકતા.
તેના અમલના ચાર વિભાગો પડી શકે છેઃ-પહેલા વિભાગમાં ચાર્લ્સ સારા રાજા કહેવાઈ ગયા, ઇ. સ. ૧૬૬૦–૬૭. બીજા વિભાગમાં તેની લુચ્ચાઈ જાણીતી થઈ ગઈ, ઇ. સ. ૧૬૬૭-૭૩. ત્રીજા વિભાગમાં તેને પ્રપંચ સફળ થશે એમ જણાવા લાગ્યું, ઇ. સ. ૧૬૭૩-૮૦. ચોથા વિભાગમાં તેણે ચાલાકીથી લોકોને પોતાના પક્ષમાં લઈ લીધા, ને આપખુદ અમલ કર્યા, ઇ. સ. ૧૬૮૦-૮પ.
હાઇડ, અલે આવ્ કલર્ડનના કારભાર. –ચાર્લ્સ જ્યારે ગાદીએ આબ્યા ત્યારે રાજ્યની લગામ તેના મુખ્ય સલાહકાર તે દેશવટાના સાથી હાઈડ અથવા લાર્ડ કલરન્ડનના હાથમાં આવી. હાઈ ડે પહેલા ચાર્લ્સના અમલમાં રાજા સામે એક વાર પક્ષ લીધે હતા પણ ઇ. સ. ૧૬૪૦ની સાલથી તે રાજાને પક્ષકાર બન્યા હતા. તે તે વખતના જમાનાના કૅવેલિઅર એટલે તાજની સત્તાને તે એપિસ્કોસિને કડક પક્ષકાર, પણ ઉદાર, સદ્ગુણી, કારભારમાં બાહેાશ, વસ્તુસ્થિતિથી વાકે અને સ્પષ્ટવકતા હતા. તેની પુત્રી રાજાના ભાઈ ડયુક આવ્ યાર્ક અથવા ખીજા જેઈમ્સ સાથે પરણી
*Three sights to be seen,
Dunkirk, Tanjier, and a barren Queen,
એ પદ્મ તેના મહેલની ખારી ઉપર કેાઈ લખી ગયુ હતું.