________________
૧૬૮
સલાહકારની ખુલ્લી જડતી લેવા પણ તેઓ ચૂકતા નહિ. આવી રીતે રાજકીય દૃષ્ટિએ રેસ્ટારેશન”નો અર્થ “રાજાને તે પાર્લમેંટના સંયુક્ત અમલ” એમ આપણે કરવા જોઇએ. રાજા સિવાય તંત્ર ચાલે નહિ એટલું જ નહિ, પણ પર્લમેંટ સિવાય પણ તંત્ર ચાલે નહિ, એમ હવેથી બધા સમજવા લાગ્યા.
જેવી રીતે રાજકીય વિષયાની ચર્ચામાં આગળની પરિસ્થિતિમાં સુધારા થયા, તેવી રીતે સામાજીક દૃષ્ટિએ પણ “ રેસ્ટારેશન ”નો અર્થ “જીનાં ધારણાની મર્યાદિત પુનઃસ્થાપના” એવા થવા જોઇ એ. રાજા ચાર્લ્સના વધથી તે ઠેઠ ઇ. સ. ૧૬૬૦ સુધી, એટલે અગિઆર વર્ષની મુદતમાં દેશનું રાજ્યતંત્ર ને સમાજની આગેવાની નવા લેાકેાના હાથમાં ચાલ્યાં ગયાં હતાં. પણુ ઇ. સ. ૧૬૬ થી જુની અમીરાત પાછી રાજ્યતંત્રમાં ગોઠવાઈ ગઈ. એ અમીરે હવે સમાજના આગેવાન થયા. જમીનની માલિકી તેમને પાછી મળી, રાજ્યતંત્ર પણ તેમના હાથમાં આવ્યું. પિટ ને બર્ક જેવા બાહોશ આગેવાનો પણ આ જુની અમીરાતની વગને લીધેજ બહાર આવી શકયા. લગભગ એ સૈકા સુધી આ પરિસ્થિતિ ચાલુ રહી. દેશનાં તમામ પરગણાંમાં જુના વાયરા હવે પાછા વગવાળા થઈ ગયા. જેવી રીતે સમાજની આગેવાની જુના વર્ગો પાસે આવી ગઈ, તેમ ઇ. સ. ૧૬૬૦ના બનાવથી ચર્ચની આગેવાની પણ હવે જીના વર્ગોના હાથમાં આવી ગઈ. પ્યુરિટના રાજ્યતંત્રમાંથી, પાર્લમેંટમાંથી, તે ચર્ચની વ્યવસ્થામાંથી ખાતલ થયા. પશુ ચર્ચની નવી વ્યવથા પાર્લમેંટ હથ્થુ થઈ; તેથી ખાતલ થએલા પ્યુરિટના કોઇક દિવસ પાછા રાજ્યતંત્રમાં દાખલ થવાની આશા રાખવા લાગ્યા, તે અગાઉ જેમ તેમના વડવા સ્વદેશને હરામ કરી દેશાવર ચાલ્યા ગયા હતા, તેમ હવેના પ્યુરિટના દેશાવર ચાલ્યા ગયા નહિ. ઘણા પ્યુરિટનાએ નવી પરિસ્થિતિને કાચવાતાં કચવાતાં, પણ ન છૂટકે, સ્વીકારી તે કાળક્રમે તેના પ્રયાસેાથી દેશમાં વળી સ્વતંત્રતાને નવા જમાના આવ્યેા. ભવિષ્યના Whig−ન્ડિંગ પક્ષના ઉદ્ભવ આ લેાકેામાંથી થયા. એશઆરામને અટકાવવા ક્રામવેલના ને તેના પક્ષકારાના કાયદાઓથી કંટાળી ગએલા લોકો આ વખતે અધિકાર ઉપર આવ્યા, તેથી ખુદ