________________
૧૬૭
તે બરખાસ્ત થઈ ગઈ, ઈ. સ. ૧૬ ૬૦. જનરલ મંકે હવે ચાર્લ્સને ઇંગ્લંડ આવવા છૂપે સંદેશે કહેવરાવ્યું. ચાર્લ્સ બ્રેડા (Breda)થી લોકોને સુરાજ્યની ખાત્રી આપી. મહાજનસત્તાવાદીઓ (Republicans) હવે અસ્તવ્યસ્ત થઈ ગયા. એપ્રિલમાં નવી પાર્લમેંટ મળી. તેણે રાજા ચાર્લ્સને સંદેશો વાંઓને તેને ઈગ્લેંડ આવવા નિમંત્રણ કર્યું. ઇ. સ. ૧૬૬ ના મે માસમાં આ કન્વેન્શન પાર્લમેંટની અનુમતિથી ચાર્જ રાજાની આણ બધે જાહેર કરવામાં આવી,ને મેની રમી તારીખે ચાર્લ્સ પિતાના બાપની રાજધાની લંડનમાં દાખલ થયો. તાજને અગિઆર વર્ષને દેશવટે હવે પૂરો થશે. આ બનાવ Restoration કહેવાય છે.
પ્રકરણ ૧રમું બીજે ચાર્સ, ઇ. સ. ૧૯૬૦-૧૯૮૫ રેસ્ટોરેશન એટલે?—બીજા ચાર્લ્સના ગાદીએ આવવાથી ઇંગ્લંડના રાજ્યતંત્રમાં તાજની પુનઃસ્થાપના થઈ એટલેથી જ આપણે “રેસ્ટોરેશન”ને
અર્થ સમજવાનું નથી. તાજ ફરીથી રાજ્યતંત્રમાં ગુંઠવાયું એ વાત ખરી છે પણ તેની સત્તા હવે એકદમ અંકુશમાં આવી ગઈ બધી વ્યવસ્થા નવી પાર્લમેંટની સંમતિથી થવી જોઈએ એવું વચન ચાર્લ્સ બ્રેડા મુકામેથી કન્વેનશન પાર્લમેટને અને જનરલ મકને આપ્યું હતું, તેથી પાર્લમેંટની સંમતિથી હવે તાજની પુન:સ્થાપના થઈ. હવેથી કઈ રાજા દેશમાં કાયમનું લશ્કર રાખી શક્યો નહિ; ને કાયમના લશ્કર સિવાય તાજની સત્તા નિરાબાધ કેમ રહી શકે ? કોઈ રાજા હવેથી પાર્લમેટની અનુમતિ સિવાય કે ઉપર કર નાખી શકો નહિ; અને પૈસા સિવાય રાજ્ય પણ કેવી રીતે ચાલે ? કઈ રાજા હવે સ્ટાર ચેંબર, હાઈ કમિશન કેર્ટ કે ઉત્તરની કે વેઈલ્સની કાઉંસિલ, કે એવી બીજી આપખુદ અદાલતે દેશમાં ઉભી કરી શક્યો નહિ; ઈંગ્લેંડને કોઈ પણ રાજા હવે પછી સિપાઈઓને પ્રજાજનોનાં ઘરમાં રાખવા કે દેશની ચાલુ અદાલતામાં કામ ચલાવ્યા સિવાય આરોપીઓને કેદમાં સેડવવાની હિંમત કરી શકે નહિ. પાર્લમેંટમાં હવે રાજાની પરવા કર્યા સિવાય સભાસદ થી દેશના તમામ પ્રશ્નો ઉપર ચર્ચા કરતા થયા. રાજાના માનીતા ને જોરાવર