________________
૧૬૪
કામવેલના અંતકાળ.—આવી રીતે સ્વદેશમાં પોતાના જ પક્ષમાંત વિરાધીઓ ઉભા થયા હતા; પરદેશમાં બધાં પ્રાર્ટસ્ટંટ રાજ્યે ક્રમવેલના પા કરવા ના પાડતા હતા. ક્રમવેલ પાતે પણ હવે વૃદ્ધ તે અશક્ત થતા જતે હતા. તેના ત્રણ પુત્રો કયારનાયે મરી ગયા હતા. ફ઼્રામવેલના સાથી મેટા. પુત્ર રિચર્ડને પ્રોટેકટર બનાવવા હતા ને તે આશયથી તેણે તેને તાલીમ આપવા માંડી હતી. તેની ચાર પુત્રીઓમાં બીજી ને સૈથી વહાલી પુત્રી લીઝાબેથ માંદી પડી. પ્રેાટેકટર પોતે બધું રાજ્યકામ ભૂલી જઈ તેની સારવાર કરતા; પણ તે મરી ગઈ. ક્રમવેલના આ ધા કદી રૂઝાયા નહિ. ઇ. સ. ૧૬૫૮ના સપ્ટેંબરની ત્રીજી તારીખે તે મરી ગયા.
ક્રામવેલનું કાર્ય: એક સમાલેાચના.—ઈંગ્લેંડના અથવા યુરોપના ઇતિહાસમાં જે જે રાજપુરુષા થઈ ગયા છે તેમાં ક્રમવેલનું નામ હંમેશાં પહેલી પતિમે આવશે. તેના સમકાલીન વિરોધી તેને ધિક્કારતા હતા. એક સૈકા પછી મેં તેને કાંઈક ન્યાય આપ્યા. એગણીસમા સૈકામાં ગિો (Guizot)એ તેના કામની સારી કિંમત કરી; મૅકોલેએ ને કાર્લોલે તેને ધ ચડાવી દીધા; પણ ગાર્ડિનરના વખતથી અભ્યાસીએ તેનાં કામેના ખરા ખ્યાલ કરી શકયા છે, કારણ કે તેના જમાનાનું તમામ સાહિત્ય હવે આપણને મળી શકે છે. કેટલાક તેને Conservative Revolutionary કહે છે. તે દંભી કે સ્વાર્થી પુરુષ નહાતા. ધર્મની ખાતર તેણે રાજા સામે યુદ્ધ કર્યું, કારણ કે તે એમ માનતા હતા કે રાજાના તે લાડના ધાર્મિક વિચારે લેાકાને પરતંત્ર ને વિધર્મી બનાવશે. રાજાના શિરચ્છેદ કર્યો પછી તેણે જોયું કે પ્રેસ્પિટેરિઅન લોકો તેના તે તેના પક્ષના ધર્મની આડે આવશે; તેથી તેણે એ નવા વિરાધીઓને પણ ધર્મ ખાતર હંફાવ્યા. અલબત, તે વસ્તુસ્થિતિને દૂરંદેશીથી જોઈ શકતા નહિ. તેને મહાજનસત્તાક રાજ્ય તરફ ખાસ પક્ષપાત નહેાતા; તેમ પાર્લમેંટની સંમતિથી જ લોકોને કલ્યાણકારક કારભાર થવા જોઈ એ, તે મત પણ હંમેશાં સ્વીકારતા નહિ; તેને અનિયંત્રિત રાજ્યસત્તા પણ જોતી નહેાતી. જેવું રાજ્યતંત્ર ચાર્લ્સને જોઈતું હતું તેવું જ રાજ્યતંત્ર તેને જોઈતું હતું, ને ચાર્લ્સે જે ભૂલેા કરી