________________
૧૬૨
તરફ વસવાની ફરજ પાડી. તેઓએ ખાલી કરેલી જમીન ઉપર અંગ્રેજોને ને ઑટ લેકોને વસવાટ કરવામાં આવ્યું. આ વખતે કૅમલને મારવા માટે જીરાર્ડ નામના માણસને દેહાંતદંડ થયે, ઈ. સ. ૧૬૫૪.
પરદેશ સાથે વ્યવહાર –મવેલને વિચાર એવો હતો કે યુરોપનાં બધાં પ્રોટેસ્ટંટ રાજ્યની સાથે સહકાર કરી ઈગ્લેંડનાં વજન, સામ્રાજ્ય ને વેપાર તરફ વધારવાં. આ મુદ્દા ઉપર તેણે ઈ. સ. ૧૬૫૪માં વલંદા લેકો સાથે સુલેહ કરી. ડેન્માર્કને સ્વિડન સાથે પણ તેણે તહ કર્યા ને અંગ્રેજી વેપારને કેટલાક લાભ અપાવ્યા. પોર્ટુગલ સાથે પણ એ જ કરાર કરવામાં આવ્યું. ક્રોમવેલને સ્પેઈનનાં સંસ્થાને ઉપર ચડાઈ કરવી હતી. તેણે જામેઈકા સર કર્યું, ઈ. સ. ૧૬૫૫. બ્લેઈકે ભૂમધ્ય સમુદ્ર ઉપર અંગ્રેજી નૈકાબળને બતાવ્યું. પેઈન સાથે લડાઈ સળગે એમ હોવાથી ક્રોમવેલે ફાંસના રાજા ચદમા લૂઈ સાથે પણ મિત્રતા કરી, ઈ. સ. ૧૬૫૫–૫૭. ચાર્લ્સ કાંસ છેડી ગો ને સ્પેઈનના રાજાને શરણ આવ્યું. ઇ. સ. ૧૬૫૭માં બ્લેઈકે પેઈનના કાફલાને સાંતાક્રઝ પાસે સમ્ર હાર આપી. ઈ. સ. ૧૬૫૮માં કર્ક ઇંગ્લંડના કબજામાં આવ્યું. પણ બધા પાટેસ્ટંટ રાજ્યને એક કરી સ્પેઈન, ઑસ્ટ્રિઆ ને કાંસનાં કેથોલિક રાજ્યોને સતાવવાની ક્રોમવેલની રાજ્યનીતિ સફળ થઈ શકી નહિ, કારણ કે ધર્મને નામે કોઈ રાજ્ય પિતાનું રાજકીય હિત એક બાજુ મૂકવા તૈયાર નહોતું. છતાં યુરોપનાં રાજ્ય ઈંગ્લેંડનાં નવાં રાજ્યતંત્રથી ડરતાં ને તેની મૈત્રી કરવા મથતાં. એ બધું કૅમલના કડક ને બહેશ કારભારને લીધે જ હતું.
કૅમેવેલની પાર્લમેંટે–આપણે એટલું યાદ રાખવું કે જોઈએ કે આ વખતે ક્રોમવેલ તદન સ્વતંત્ર અમલ કરે નહતા. તેને મદદ કરવા ૧૮ લશ્કરી અમલદારોનું એક મંડળ હતું. ક્રોમવેલની પહેલી પાર્લમેટ ઈ.સ. ૧૬૫૪ના સપ્ટેમ્બરમાં મળી; પણ પહેલેથી જ ધર્મની બાબતમાં, પ્રોટેકટરની વિશાળ સત્તાઓની બાબતમાં, ને પેઈન વિરુદ્ધની લડાઈના વિષયમાં બંને વચ્ચે એકદમ મતભેદ ઉભો થયું. તેથી ઈ. સ. ૧૬૫૫ના જાન્યુઆરિમાસમાં