________________
તેઓએ કાળજી રાખી છે. ઉત્તર સમુદ્ર તરફ પિતાને ચેઓ સ્વાર્થ હોવાથી ઈંગ્લડે તે ભાગમાં કોઈ પરદેશી રાજ્યને બહુ બળવાળું થવા દીધું નથી. ડેવર મુકામેથી યુરોપ માત્ર બાર ગાઉ જ છેટો રહી જાય છે, તેથી હૈલંડ ને બેજિઅમ ઉપર પણ અંગ્રેજે હંમેશાં સ્વાર્થની દૃષ્ટિથી જોતા આવ્યા છે. કાંસ ઈંગ્લંડની એકદમ પડેશમાં જ છે; તેથી તે રાજ્ય યુરોપમાં બહુ પ્રબળ ન થાય તે માટે પણ અંગ્રેજ મુત્સદીઓ કાળજી રાખે છે. અત્યારે ભૂમધ્ય સમુદ્રમાં જિબ્રાલ્ટર, માલ્ટા, ને ગો ઉપર અંગ્રેજોનું સામ્રાજ્ય છે, તેથી તે દિશામાં કાંસ, ઈટલિ, સ્પેન, ગ્રીસ, તુર્કી, ને રશિઆને ઇંગ્લંડ બળ જમાવવા દેતું નથી. હિંદુસ્તાન અત્યારે ઈગ્લેંડના સામ્રાજ્યને એક ઉપયોગી ભાગ છે. હિંદ ને ઈગ્લેંડ વચ્ચેના ધોરી માર્ગો ઇંગ્લડની સત્તામાં રહે એ કારણથી માત્ર ભૂમધ્ય સમુદ્ર ઉપર જ નહિ, પણ રાતા સમુદ્ર ઉપર, ઈજિપ્ત ઉપર, ઈરાનના અખાત ઉપર, અફઘાનિસ્તાન ઉપર, અરબી સમુદ્ર ઉપર, હિંદી મહાસાગર ઉપર, આફ્રિકાના પૂર્વ કે પશ્ચિમ કિનારાઓ ઉપર, અને બંગાળના ઉપસાગર ઉપર પણ અંગ્રેજો નજર રાખે છે. અમેરિકામાં કેનેડા, વેસ્ટ ઇન્ડીઝના કેટલાક ટાપુઓ,ને મધ્ય અમેરિકામાં કેટલાક પ્રદેશ ઇંગ્લંડના કબજામાં છે તેથી ત્યાં પણ ઈંગ્લંડની સરકારને સાવચેત રહેવું પડે છે. ચીનમાં પણ ઇંગ્લડ કેટલાએક ઉપયોગી હક ધરાવે છે. ઑસ્ટ્રેલિઆ, ને ન્યુઝીલંડ તેના જ મહારાજ્યમાં આવી જાય છે, તેથી પેસિફિક મહાસાગરમાં ને પીળા સમુદ્રમાં પણ ઈંગ્લડ લાગવગ ધરાવે છે ને તે વગ ઓછી ન થાય તેનું ધ્યાન રાખે છે. છેવટે આફ્રિકામાં પણ અંગ્રેજ સંસ્થાને ને મુલક છે તેથી ત્યાં પણ ઇંગ્લંડની સરકારને પિતાને અર્થ સાધવે પડે છે. આવી રીતે અંગ્રેજ સામ્રાજ્ય દુનિયાના જુદા જુદા પ્રદેશમાં આવેલું હોવાથી, ને તે સામ્રાજ્યના લોકે, તેમની સામાજિક સંસ્થાઓ વગેરે જુદા જુદા પ્રકારનાં હેવાથી, ઈંગ્લંડની સરકારને રાજ્યવહીવટમાં જુદા જુદા પ્રકારની સંસ્થાઓની જનાઓ દાખલ કરવી પડે છે. દુનિયાના ઇતિહાસમાં હજુ સુધી એના જેવું એક પણ મહારાજ્ય થયું નથી. આ કારણથી અંગ્રેજોને ઇતિહાસ વિવિધ, રસિક ને ધમય બને છે.