________________
આ લશ્કરી અમલદારને સોંપી દીધી અને તુરત જ તે લોકોને આગેવાન ક્રોમવેલ મુખ્ય અધિકાર ઉપર આવ્યો. ધર્મની બાબતમાં પણ હવે તેમને પક્ષ આગળ આવ્યો. આ પક્ષ Independent પક્ષ કહેવાય છે.
લડાઈનો બદલાએલા રંગ –આવા તાલીમ પામેલા ને ઝનુની લશ્કર સામે ચાર્સનું લશ્કર તદન નમાલું કહી શકાય. ઈ. સ. ૧૬૪૫ના જુનમાં ક્રોમવેલે રાજાને નેઈઝબી (Naseby) પાસે સખ્ત હાર આપી, તેથી ઈગ્લેંડને મધ્ય પ્રદેશ હવે રાજાના કબજામાંથી જતો રહે. નૈઋત્યમાં ફેરફેસે રાજાના સરદારને લૅન્ગર્પોર્ટ (Aangport) પાસેહરા, બ્રિસ્ટલ પણ પાર્લમેંટના હાથમાં આવ્યું. દરમ્યાન, રાજાના વતી તેના શત્રુઓને કેંગ્લંડમાં કિલિસથ (Kilsyth) પાસે સખ હરાવ્યા તેથી ચાર્સને ફરી આશા આવી ને તે લંડ નાસી ગયે, કારણ કે ત્યાંના લેકેએ મદદનું વચન આપ્યું હતું, ઈ. સ. ૧૬૪૬.
ઇંગ્લંડમાં પિતાના શત્રુઓ શરણ થયા અને સ્કેલેંડમાં રાજાને આશરે મળે, એટલે પાર્લમેંટને હવે તે દેશ તરફ નજર કરવાની રહી; પણ રાજાને અને કેંટ લેકોને સમાધાન થઈ શક્યું નહિ તેથી તેઓ ફરી અંગ્રેજો સાથે ભળી ગયા, ને રાજાને પાર્લમેંટના હવાલામાં સેંપી દીધો. આવી રીતે લડાઈને બીજો ભાગ સમાપ્ત થયે.
કૅમલ ને તેના પક્ષના બદલાએલા સંજોગે–આ વખતે આયર્લંડમાં રાજાના પક્ષ તરફથી સુલેહને ભંગ થયું હતું તેથી પાર્લમેટે નવા લશ્કરની કેટલીક ટુકડીઓને ત્યાં જવાને હુકમ કર્યો. પણ એ લશ્કરના સિપાઈઓનાં મનમાં પાર્લમેંટના વલણ સંબંધી શક ઉત્પન્ન થયો હતો. તેઓને ધર્મની બાબતમાં સ્વતંત્રતા જોઈતી હતી. વળી તેમને ચડશે પગાર અપાયો નહોતે, તેથી તેઓએ આયડિ જવા ના પાડી. જૉઈસ (Joyce) નામના સરદારે રાજાને કબજે કરી લીધો... ને તેને લંડન આણે. લંડન પણ તેમના
* જૉઈએ રાજાને તાબે થવા કહ્યું; રાજાએ તેની પાસે હુકમ મા. જૉઈસે બહાર ઉભેલા હથિયારબંધ સિપાઈઓ તરફ આંગળી કરી જવાબ દીધો કે-એ મારું કમિશન–હુકમપત્ર છે. રાજાએ કહ્યું --As well – written a commission and with as fine a frontispiece, as I have ever seen in my life. તુરત જ ચાર્લ્સ જોઈસ સાથે ચાલી નીકળ્યો.