________________
૧૪૪
કેની થશે તે વિષે ખાસ આગાહી થઈ શકે એમ નહોતું. ૮૦ અમીર રાજાના પક્ષમાં ભળ્યા ૩૦ અમીરે પાર્લમેંટ સાથે રહ્યા, ૨૦ અમીરો તટસ્થ રહ્યા. કૅમન્સમાંથી ૩૦૦ સભાસદે પાર્લમેંટ સાથે રહ્યા ને ૧૭૫ સભાસદેએ રાજાનો પક્ષ લીધે. ઉચ્ચ ને મધ્યમ વર્ગોને મેટે ભાગ રાજાને પક્ષકાર હતા. વેપારીઓ, કારીગર, ને ઘણું ખેડુતે પાર્લમેંટ સાથે રહ્યા. તમામ ચર્ચ લગભગ રાજાના પક્ષમાં હતું. લંડન, તમામ બંદરે, હુન્નર ઉદ્યોગનાં મથકો, એટલે કે ઈંગ્લંડને પૂર્વ ને અગ્નિકોણને ભાગ પાલમેંટના સાથમાં હતપશ્ચિમને ઉત્તરના પ્રદેશના લોકોએ રાજાને પક્ષ લીધો. સાધારણ રીતે એમ કહી શકાય કે જે લેકો કૅથલિક પંથ ને અંગ્સ કેલિક પંથ માનતા હતા તેઓ રાજા સાથે રહ્યા; ને જે લોકો યુરિટન પંથ માનતા હતા તે લેકે પાર્લમેંટ સાથે રહી લડ્યા. ઇંગ્લંડના મધ્યભાગમાં ખાસ કોઈ એક પક્ષનું જોર નહેતું. પાર્લમેંટને એક ખાસ લાભ હતો. તેના પક્ષના પ્રદેશને બચાવ કરે એ ઘણું સુગમ હતું, કારણ કે એ પ્રદેશ છુટછવા નહતા. પાર્લમેંટના પક્ષકારો પૈસેટકે સુખી હતા. કિનારા તમામ ભાગ તેના કબજામાં હતા તેથી જગતનું ઉત્પન્ન તેને ખુશીથી મળી શક્યું. રાજાના પક્ષકારે ખેતી ઉપર નભતા તેથી તેમને નાણાં સંબંધી ઘણું મુશ્કેલીઓ નડી. વળી ચાર્સના દરબારમાં બીલકુલ એકસંપી નહતી. લશ્કરી બળમાં બંને પક્ષ પહેલાં તે સરખા કહી શકાય, પણ પાર્લમેંટના માણસને લશ્કરી તાલીમ કદી મળી નહતી. વેપારીઓને ને ખેડુતોને લાંબા વખત માટે સિપાઈગીરી કરવાનું કેમ કહી શકાય ? રાજા પાસે ઘોડેસવારનું સૈન્ય સારું હતું; પાલમેંટનું તોપખાનું રાજાથી ચઢીઆનું હતું. સરદારી માટે પહેલાં તે ખાસ કઈ પક્ષ બળવાન નહે. દરિયા ઉપર કાબુ પાર્લમેંટ પાસે હોવાથી તે બાબતમાં રાજાના પક્ષની નબળાઈ ગણી શકાય; કારણ કે જો દેશનું નૈકાબળ ને કિનારાને કબજે રાજાના હાથમાં હોત, તે તે યુરોપના રાજાઓની સલાહ ને મદદ મેળવી શકત; તે ઉપરાંત બંદરના વેપારનું ઉત્પન્ન પિતે વસુલ કરી શક્ત. છતાં રાજાનું નામ, તેની ઈજ્જત, તેને મેહ, પ્રજાને મને બહુ હતાં. તેથી
* ટ્રેલિઅન તેને workshop of the Revolution કહે છે.