________________
૧૪૩
તકરારા થઈ. દરમ્યાન લંડનમાં સુલેહના ભંગ વધુ ને વધુ થતા હતા. તેથી તેનો લાભ લઈ ચાલ્યું પિમ, હૅમ્પ્સન, હાલ્સ, હૅઝલ્ડિંગ (Heelrigg), સ્ટ્રાડ (Strode)ને Lord Wandeville−વડેવિલને કેદ કર્યા તે તેમના ઉપર કામ ચલાવવા હુકમ કર્યાં. પણ હાઉસ આવુ કામન્સે એ લોકોને સોંપી દેવા ના પાડી તેથી રાજા પોતે ૩૦૦ માણસો સાથે પાર્લમેંટના સભાગૃહમાં દાખલ થયા; પણુ પાંચ જણાએ તે તેના સપાટાથી છટકી ગયા હતા, તેથી રાજા હતાશ થયા તે એક નાનું ભાષણ કરી ચાલ્યા ગયા.
રાજા તે પ્રજા વચ્ચે હવે ઉધાડી લડાઈ થશે તે વિષે કાઈ ને શક રહ્યા નિહ. દરેક પક્ષ તે માટે હવે તૈયારી કરવા લાગ્યા. રાણી. પોતે કાંસ નાસી ગઈ. રાજા પોતે યાર્ક ચાલ્યા ગયા. પાર્લમેંટે ઓગણીસ ઠરાવામાં પ્રજાની જરૂરીઆતા રાજાને જણાવી. જો આ ઠરાવા રાજા કબૂલ કરે તે તેની તમામ સત્તા નાબુદ થાય. એ કારણથી એ ઠરાવે! તેણે માન્ય રાખ્યા નહિ. ઇ. સ. ૧૬૪રના આગસ્ટમાં રાજા તે પ્રજા વચ્ચે લડાઈ શરૂ થઈ.
બંને પક્ષનું ખળામળ. ઇ. સ. ૧૬૪૨ના ઓગસ્ટની ૨૨મી તારીખે નટંગહામ મુકામે ચાર્લ્સે પેાતાની પાર્લમેંટ સામે લડાઈ જાહેર કરી. તે અગાઉ પાર્લમેંટે તો ક્યારનું લાકાતે જાહેર કરી દીધું હતું કે તેને પોતાને પ્રજાના ધર્મ, અધિકારા, સ્વતંત્રતા અને કાયદાના રક્ષણ માટે તે રાજાના ખરાબ સલાહકારાને લીધે, રાજા વિરુદ્ધ ઉઠવાની કરજ પડી છે. એ વખતે હારજીત
*Former Parliaments had spoken for the people, but never called upon the people to protect them. Hence the purity and charm of Elliot's life and death; he registered the claims. Pym was the master of another art—to seize the power. Pym first called in clubs and broadswords to protect this Parliament from the fate to which all its predecessors had submitted.
England under the Stuarts by Trevelyan.