________________
૧૪૧
કાઈ નિર્ણય પર આવ્યા સિવાય પાછા આવ્યા. ફૅટ પાર્લમેંટે હવે રાજાની તમામ ધાર્મિક સત્તા પાછી ખેંચી લીધી.
તુરત ચાર્લ્સ ફૅટ્લડ ઉપર સવારી કરી. તેની પાસે નહાતું સારી તાલીમ પામેલું લશ્કર, નહાતા પૈસે, નહેતું દારૂખાનું, કે નહાતા સારા સરદારો. સ્કોટ્લેડના લાકાએ પરદેશથી લડાઇનાં સાધનો મંગાવ્યાં. ધણા સ્કાટ સિપાઈ એ યુરોપમાં સુંદર લશ્કરી તાલીમ લઈ આવ્યા હતા. તેઓએ પોતાના ધર્મની તે રવતંત્રતાની ખાતર પ્રજાની આગેવાની લીધી. તેમાં અલેકઝાંડર લેઝલ અથવા અર્લ આવ્ માટ્રોઝ (Montrose) મુખ્ય હતા.. તેથી ચાર્લ્સ એરિક (Berwiek) પાસે સુલેહ કરી, ઇ. સ. ૧૬૩૯. આ લડાઈ First Bishops' War કહેવાય છે.
એરિકનું તહ તદ્દન નકામું હતું, કારણ કે રાજાની તે સ્કોટ લોકોની વચ્ચે જે મતભેદ હતા તેનું નિરાકરણ તેથી જરા પણ થયું નહેતું. દરેક પક્ષને સામા પક્ષના ભરેસા નહેા. આ વખતે વટવર્થ ઈંગ્લેંડ આવ્યા. તેની સલાડુથી ચાર્લ્સ સ્કોટ પાર્લમેંટને પણ રજા આપી. ચાર્લ્સે વળી સ્કાટ્લડ ઉપર ચડાઈ કરી, પણ લેવને તેના સરદારાને ન્યુબર્ન પાસે હરાવ્યા; તેથી ચાર્લ્સને પાછું હઠવું પડયું, ઇ. સ. ૧૬૪૦. રિપન મુકામે બંને પક્ષ વચ્ચે સમાધાની થઈ. ચાર્લ્સ સ્કોટ લોકોને દંડ આપ્યા ને જ્યાંસુધી તે દંડ ન ભરાય ત્યાંસુધી ઇંગ્લંડની ઉત્તરના કેટલાક ભાગ તેમના હવાલામાં રહેવા દેવે એવું વચન આપ્યું. આ લડાઇ Second Bishops' War કહેવાય છે.
ઇ. સ. ૧૬૪૧ માં જ્યારે લાન્ગ પાર્લમેંટ રાજાનાં તમામ કાર્યોને એક પછી એક ઉથલાવી નાખતી હતી, ત્યારે એક પક્ષે રાજાને કોંગ્લંડમાં આવવા નિમંત્રણ કર્યું. રાજા ત્યાં ગયા ખરા, પણ તેમાં કાંઇ વળ્યું નહિ.
*ચાર્લ્સના લશ્કરમાં માર્કિક્વસ આવ્ đમિલ્ટન હતા. તેને લાઈથ (eith)ના કાટના કબજે લેવા હતા. તે કાટના બચાવકામમાં સ્ત્રીઓ પણ સામેલ હતી. તેની પેાતાની માએ પિસ્તાલ હાથમાં લઈ તેને કહેવરાવ્યુ કે જો તે જમીન ઉપર પગ મૂકશે તે તે પોતે પેાતાના પુત્રને ગાળાથી ઠાર કરશે.