________________
૧૪૦
લારે હવે ભાષણકર્તાઓ, વર્તમાનપત્ર, છાપખાનાંઓ, લેખકો, ધર્મગુરુઓ, શિક્ષકો, વગેરે તમામ વિરાધીઓને સતાવ્યા. પરિણામે હજારો પ્યુરિટના ઇંગ્લંડ છોડી ગયા, ને હજારો રાજાના તે તેના પંથના કટ્ટા દુશ્મના અન્યા. ઇ. સ. ૧૬૪૦ના ડિસેંબરમાં લાગ પાર્લમેંટે તેને કેદ કર્યો, તે ઇ. સ. ૧૬૪૫ના જાન્યુઆરિમાં તેને શિરચ્છેદ કરવામાં આવ્યેા.
ચાર્લ્સ અને સ્કાર્લેંડ.—કાટ્લડ પછાત અને ગરીખ હતું. ઉત્તરમાં ડુંગરાઉ ભાગના લોકો અંર્ધા સ્વતંત્ર રહી શક્યા હતા. દક્ષિણના લોકો રાજા સામે બાથ ભીડી શકે એવા હતા. રાજા તેનાથી બહુ ડરતા. ધર્મની બાબતમાં દક્ષિણુ સ્કોટ્કડના લોકો ઘણા ઝનુની હતા તે તે કાલ્વિનના પંથમાં ભળ્યા હતા. જેઇમ્સના વખતમાં ઈંગ્લેંડને પંથ ત્યાં પરાણે દાખલ કરવાના નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવ્યા હતા. ચાર્લ્સે પોતાના અમલનાં પહેલાં વર્ષોમાં એવેજ નિષ્ફળ ઉદ્યાગ કર્યો. ઇ. સ. ૧૬૩૩માં તે અભિષેક માટે તે દેશમાં ગયો તે તેણે ત્યાંની પાર્લમેંટને પોતાના પક્ષમાં લેવા યત્ન કર્યાં. પણ એ બાબતમાં તે ફાવી શકયા નહિ તેથી નિરાશ થઈ તે તુરત સ્વદેશ પાછે વળ્યા. પણ સ્કાલ્લંડમાં પોતાના વિચારા દાખલ કરવાના મમત તેણે તે લાડે જરા પણુ ડયા નહિ. ઈંગ્લંડની તમામ જુલમી સંસ્થાએ તેમણે હવે તે દેશમાં દાખલ કરી. લોકો ધણા છંછેડાયા. તે લોકોએ પોતાના નિયુક્ત માણસને રાજાના મંત્રિમંડળ પાસે પોતાની ફરિયાદો લઈ ને મોકલ્યા. પછી તેઓએ એકમત થઇને એક રાષ્ટ્રીય કરાર (National Covenant) કર્યો કે ચર્ચ (Kirk)ની તે પાર્લમેંટની સંમતિ વિના પોતાના ધર્મ ઉપર જે કાંઈ અત્યાચાર કરવામાં આવે તે સામે સા કાઈ એ બચાવ કરવા, તે તે સાથે રાજાના તમામ અધિકારોનું રક્ષણ કરવું, ઇ. સ. ૧૬૩૮. આ કરારમાં તમામ સ્કાટ લોકોએ સહીઓ આપી. રાજા આ કરારને ખંડખારાનાં અપકૃત્ય તરીકે ગણવા લાગ્યા. તેણે પેાતાનાં અપકૃત્યો સામેને પ્રજાનો વિરોધ કેટલા સખ્ત તથા તીવ્ર હતા તે ગણકાર્યું પણ નહિ. રાજાએ સ્કેટ પ્રજાને મનાવવા માટે માર્કિવસ આવ્ હૅમિલ્ટનને ત્રણ ત્રણ વાર માણ્યો, પણ ત્રણેય વાર તે