________________
૧૩૫
ઉલટું તેઓએ તેને નાખુશ કર્યો; કારણકે બકિંગહામે ક્રાંસની રાણીને જાળમાં લેવાની મૂર્ખાઈ કરી તે ચાર્લ્સે કથાલિકાને છૂટ આપી નહિ, તેથી ફ્રાંસને તે ઈંગ્લંડને પણ લડાઈ સળગી ઉઠી. આ લડાઇમાં પણ બકિંગહામે ધણી નાદારી બતાવી. ઇ. સ. ૧૬૨૭માં ઈંગ્લેંડથી કેટલાક માણસા ચાર્લ્સના મામા ડેન્માર્કના રાજાની ને બનેવી ફ્રેડરિકની મદદે ગયા હતા. તેઓ પણ કિંગહામની દુર્વ્યવસ્થાને લઈ તે ખૂબ હેરાન થયા. આ વખતે વૅલેનસ્ટીન (Wallenstein) કૅાલિક રાજ્યોની વતી જર્મનિમાં તે બાલ્ટિક સમુદ્રના કિનારા ઉપર મુખ્ય તેહા મેળવતા હતા. અંગ્રેજોના એ દિશાને બધો વેપાર તૂટી જશે એમ ચાર્લ્સને લાગ્યું, પણ પાર્લમેંટ સાથે તેને બનતું નહેતું તેથી તે કાંઇ કરી શકયા નહિ. તેણે ફ્રાંસ ને સ્પેન સાથે સુલેહ કરી, ઇ. સ. ૧૬૨૯-૩૦. જર્મનિમાં સ્વિડનના રાજા ગટેવસ એડલ્ટ્સ પ્રાપ્ટેસ્ટંટાને પક્ષ લઈ દરમ્યાન થયા હતા. ચાર્લ્સે તેની સાથે મૈત્રી કરવા કાંકાં માર્યાં પણ હવે યુરેપના રાજાએ તેને કળી ગયા હતા, તેથી તેમાં પણ તે ફાવ્યા નહિ. રાજા ને પામેંટ પરસ્પર લડાઈ કરતાં હતાં ત્યારે રાજાએ ફ્રાંસથી તે હોલંડથી મદદ મેળવવા તજવીજ કરી હતી, પણ ક્રાંસમાં કાર્ડિનલ મઝેરને તેને ફાવવા દીધા નહિ. હાલંડમાં રાજાના કેટલાએક પક્ષકારોએ આશરે લીધા હતા તે સિવાય તે દેશની પણ ખાસ મદદ મળી નહિ.
ચાર્લ્સને આપખુદ અમલ.—કિંગહામના મરણ પછી તે ત્રીજી પાર્લમેંટને રજા આપ્યા પછી ચાર્લ્સે રાજ્યની તમામ લગામ પેાતાના હાથમાં લીધી. પહેલાં તે તે પોતે જ પોતાના મંત્રી રહ્યા, પણ થોડા વખતમાં વેંટવર્થ અને લાડ નામના બે મુખ્ય સલાહકારો મળ્યા તે બધા કારભાર તેમના કહેવા મુજબ ચાલવા લાગ્યા. પ્રશ્ન પાસેથી નાણું કઢાવવા માટે આ વખતમાં જુદા જુદા રસ્તાઓ લેવામાં આવ્યા. લોકોને પરાણે પૈસા લઈ નાઈટ (Knights) બનાવવામાં આવતા. ક્રાંસમાં કાર્ડિનલ રિશલ્યુએ નેધલડ્ઝના ભાગલા પાડવા માટે સ્પેઇન સાથે સંધિ કરી ત્યારે ચાર્લ્સને ડર લાગ્યો ને તે માટે તેણે એક મોટું નાકાબળ તૈયાર કરવા નિશ્ચય કર્યો. અત્યાર સુધી એવા ધારા હતા કે કિનારા ઉપર વસતા લોકો લડાઈ વખતે