________________
૧૩ર
ચાર્સને અમલની પાલેમેટોયુરેપમાં ઈગ્લેંડ દરમ્યાન થયું હતું તેથી રાજાને પૈસાની જરૂર હતી, એટલે ચાર્સની પહેલી પાર્લમેંટ ઈ. સ. ૧૬૨૫ના જુનમાં મળી. રાજાને પક્ષ પાર્લમેટમાં ઘણે નબળો હતો. સામા પક્ષે કૅથલિકે સામેના કાયદાઓને સખ્ત અમલ કરવા અને પ્રોટેસ્ટંટ પંથને લેકને ઉપદેશ આપવા રાજાના સલાહકાર પાસે માગણી કરી ને પૈસાની બાબતમાં રાજાને ખાસ પ્રસન્ન કર્યો નહિ. આ કારણથી ત્રણ માસ પછી આ પહેલી પાર્લમેંટને રજા મળી. પણ લડાઈ માટે નાણું જોઈએ એ નિઃશંક હતું, તેથી ઈ. સ. ૧૬૨૬ના ફેબ્રુઆરિમાં રાજાએ બીજી પાર્લમેંટ બેલાવી. આ પાર્લમેટે બકિંગહામના ઉપર લડાઈની દુર્વ્યવસ્થા અને લાંચ. રૂશવતના આરોપ ઉપર કામ ચલાવવા માગણી કરી, ને પિતાની ફરિયાદને નિકાલ ન થાય ત્યાંસુધી નાણાં માટેની રાજની માગણીને વિચાર કરવાનું મેકુફ રાખવાને ઠરાવ કર્યો તેથી તેને પણ રજા મળી, જુન, ૧૬૨૬. દરમ્યાન લડાઈ માટે નાણું મેળવવા ચાહે ભગીરથ પ્રયત્નો કર્યા પણ તેમાં તે ફાવ્યો નહિ. તેથી ઈ. સ. ૧૯૨૮ના માર્ચ માસમાં રાજાએ ત્રીજી પાર્લમેંટને બેલાવી. રાજાએ આ પાર્લમેંટને દાબી દેવા માટે ધમકીઓ આપી, પણ સભાસદે નિડર રહ્યા અને પ્રજાની ફરિયાદ તેઓએ રાજા સમક્ષ મૂકવા નિર્ણય કર્યો. આ ફરિયાદી નીચે મુજબ ગણી શકાય:-(૧) પાર્લમેંટની સંમતિ વિના રાજાએ પ્રજા ઉપર કર નાખ નહિ. (૨) કોઈપણ રૈયતને રાજાએ કામ ચલાવ્યા વગર કેદ કરવી નહિ. (૩) લશ્કરના માણસને પ્રજાના ઘરમાં રાજાએ રાખવા નહિ. (૪) દેશમાં સુલેહ શાંતિ હોય ત્યારે રાજાએ માર્યલ
-લશ્કરી કાયદે જાહેર કરે નહિ. (૫) રાજાનાં ગેરકાયદેસર કૃત્યને અનુમોદન આપનારા તમામ સલાહકારે રાજા પાસેથી દૂર થવા જોઈએ. પાલમેંટે હવે જાહેર કર્યું કે જ્યાં સુધી આ ફરિયાદોની દાદ નહિ મળે ત્યાંસુધી નાણાંની માગણી ઉપર કશો વિચાર થઈ શકશે નહિ. આટલું કહ્યા પછી સભાસદોએ આ ફરિયાદની અથવા પ્રજાજનોના હકોની એક અરજી (Petition of Right) ઘડી કાઢી અને હાઉસ એવું લેઝની સંમતિ લીધા પછી રાજા પાસે તેને સ્વીકાર કરાવ્યું, ઇ. સ. ૧૬૨૮. આ વખતે