________________
૧૨૪ પિતે લડશે નહિ. પણ એ સાહસમાં કાંઈ વળ્યું નહિ. ઉલટું, રૅલેએ સ્પેઈન
સાથે યુદ્ધ કર્યું. તેથી જ્યારે તે પાછું આવ્યું ત્યારે તેના ઉપર કામ ચલા- વેવામાં આવ્યું ને તેને દેહાંતદંડ આપવામાં આવ્યો, ઇ. સ. ૧૬૧૮. (મોટા
કાવતરામાં રેલે પોતે સામેલ હોય એ શક ગયે. રૅલેને પ્રથમ દેહાંતદંડની શિક્ષા આપવામાં આવી પણ પછી તેને માફી મળી.) પણ આ કાવતરાંથી રાજા બીને નહિ. તેણે ધાર્મિક પ્રશ્નોનું નિરાકરણ કરવા હૈમ્પટન કોર્ટમાં એક પરિષદુ (Conference) બેલાવી, ૧૬ ૦૪. રાજા પિતે તેને પ્રમુખ અને, પણ એ પરિષદ્ કશા નિર્ણય ઉપર આવી નહિ. ઉલટું, ત્યારપછી
મ્યુરિટને સામે કેટલાક સખ્ત કાયદાઓ થયા. પાર્લમેંટમાં યુરિટન પક્ષ બળવાન હતા, પણ રાજાની સત્તા સામે ઉભા રહેવાની સત્તા હજુ તેનામાં આવી નહોતી. કેથલિક સામે પાર્લમેટે સખ્ત કાયદાઓ કર્યા તેથી રોબર્ટ કેઈટબિ (Catesby)નામના માણસે પાર્લમેંટને, રાજાને, તેના પ્રધાનને ને સલાહકારેને મારી નાખવા માટે એક ભયંકર કાવતરું રચ્યું. ગાઈ ફોકસ (Guy Fawkes) નામને એક સ્પેઈનના લશ્કરમાં તાલીમ લીધેલ અંગ્રેજ ને બીજા કેટલાક માણસો તેમાં સામેલ થયા. તેઓએ પાર્લમેંટને મકાન પાસે એક ઘર ભાડે લીધું, ને તેમાં દારૂ ભર્યો. તેમને સંકેત એ હતું કે જે દિવસે પાર્લમેટ પહેલી વાર મળે તે જ દિવસે ભયરામાંના દારૂને સળગાવે, ને તેથી પાર્લમેટના મકાનને જમીનદોસ્ત કરવું,–તે સાથે જ રાજા, સભાસદો ને પ્રધાને પણ દબાઈ જવાના–આખા દેશમાં કેલિકોનું એક મોટું બંડ ઉભું કરાવવું, ને પિપ તથા સ્પેઈનના રાજાની મદદથી ઇંગ્લંડમાં કેથલિક સત્તા સ્થાપવી. પણ કાવતરું પકડાઈ ગયું, નબર, ઈ. સ. ૧૬૦૫. આગેવાનેને ફાંસી દેવામાં આવી. આ કાવતરું Gunpowder Plot કહેવાય છે.
*Courage, cold as steel, self-sacrifice, untainted by jealousy or ambition, readiness when all was lost to endure all, raised the Plot into a story of which the ungarnished facts might well kbe read by those of every faith, not with shame or anger, but with enlarged admiration and pity for the things which men can do.
England under the Stuarts by Charles Trevelyan, P. 93.
ICES