________________
૧૧૪
કરવા માટે હુકમ કઢાવ્યો. ઈ. સ. ૧૫૮૭ના ફેબ્રુઆરિમાં તે હુકમને અમલ થને કમનસીબે રાણી મેરિની દુઃખી પણ અજાયબ જિંદગીને અંત આવ્યો.*
ઇંગ્લેંડનું દરિયાપાર રાજ્ય-ઈલિઝાબેથના વખતમાં ઈંગ્લડે એશિઆ, આફ્રિકા ને અમેરિકામાં વેપાર ને વગ વધારવા માટે તનતોડ મહેનત કરી. એડવર્ડના અમલમાં અમેરિકા, આફ્રિકા ને એશિઆના મુલકમાં કેટલાએક સાહસિક અંગ્રેજો જઈ પહોંચ્યા હતા. હવે તેઓએ સ્પેઈનના અમેરિકાના વેપાર ઉપર નજર કરવા માંડી. તેઓ પેઈનનાં વહાણેનાં ચાંદી ને સેનાને લૂંટી લેતા; કારણ કે સ્પેઈનને રાજા ફિલિપ પરદેશીઓને પિતાના મુલકોના લોકો સાથે છૂટથી વેપાર કરવા દેતા નહિ. હૌકિન્સ (Hawkins) આફ્રિકાના સીદીઓને વેસ્ટ ઈન્ડીઝના ટાપુઓમાં ગુલામ તરીકે વેચો. કૅબિશરે ને ડેવિસે ઉત્તર ધ્રુવ તરફ નવીન મુલકની શોધ કરી. ગિલ્બર્ટ ને સર વૅલ્ટર રેલે (Raleigh)એ અમેરિકામાં અંગ્રેજ સંસ્થાને વસાવવાની શરૂઆત કરી. “વર્જિનિઆ” આવું પહેલું સંસ્થાન હતું. સર કાંસિસ કે દરિયા વાટે આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી, ઈ.સ. ૧૫૭૭-૮૦. રિચર્ડ હૈકલુઈટ (Hakluyt) નામના અંગ્રેજે અકસફર્ડમાં ભૂગોળવિધાને શાસ્ત્રીય અભ્યાસ કરવાની શરૂઆત કરી. જેન્ટિસે જમીન માર્ગ એશિઆ ઉપર મુસાફરી કરી. ન્યુબેરી (Newbery)ને ફિ (Fitch) જમીન વાટે ઠેઠ ગોવા સુધી મુસાફરી કરી. ફિ તે હિંદુસ્તાન, મલાક્કા, લંકા, ને પેગુ પણ જઈ આવ્ય, ઈ. સ. ૧૫૧. આમંડાના પરાજય પછી આ સાહસિક વૃત્તિ વિશેષ તેજમાં આવી. સત્તરમા સૈકાની શરૂઆતમાં તો ઈઝંડની પ્રજા દરિયાપાર સામ્રાજ્ય વસાવવાની ને વેપાર કરવાની શરૂઆત કરી ચૂકી હતી.
* આ બાબતમાં એટલું યાદ રાખવાની જરૂર છે કે સ્પેઇનમાં રહેતા ઈંગ્લેંડના વકીલ વૈલસિંગહામે મેરિને દેહાંતદંડ આપવા માટે જ એક જુદું કાવતરું ઉભું કર્યું હતું ને તેમાં તેના નેકરે જાસુસેનું કામ કરતા હતા. મરણ વખતે મેરિએ અજબ ધીરજ બતાવી. ઇલિઝાબેથે આ બનાવ પછી મેરિને મારવાની પોતે વિરુદ્ધ હતી એ દેખાવ કર્યો ને પિતાની પરવાનગી વગર વોરન્ટ (Warrant)નો ઉપગ કરવા માટે પિતાના મંત્રીને તેણે ૧૦,૦૦૦ પિંડને દંડ કર્યો અને તેના ઉપર કામ ચલાવી તેને કેદ કરાવ્યો.
હું તેને ને તેના સાથીને લકે Sea-dogs કહેતા.