________________
૧૧૩
વિરુદ્ધ ખટપટ કરવા લાગ્યા. મેરિ પણ કંટાળી. ઇ. સ. ૧૫૬૭માં ડાન્ત્રનું ખૂન થયું એટલે રાણી પાછી સ્વતંત્ર થઇ ને તુરત જ બાથવેલ નામના એક પ્રોટેસ્ટંટને પરણી. સ્કોટ્લેડના લોકો આ કૃત્યથી ધણા છંછેડાઈ ગયા. તેમણે રાણીને પદભ્રષ્ટ કરી. બાથવેલ નાસી ગયો. મેરિ પણ ઈંગ્લંડ નાસી આવી, ઇ. સ. ૧૫૬૮. તે હવે પેાતાના દુશ્મને ઉપર વેર લેવા ઈંગ્લંડ, ફ્રાંસ, પાપ, સ્પેન, વગેરેની મદદ માગવા લાગી. ઈલિઝાબેથ અને તેના મુખ્ય વજીર સેસિલ ( Cecil ) ને મત એવા થયા કે મેરિતે ઇંગ્લંડમાં તે તે પણ પાકી ચાકી નીચે રાખવી, કારણ કે નહિતર તે ઇંગ્લેંડના કૅથલિકા સાથે મળીને અથવા દેશાવરની મદદથી સ્કાલૅંડ જઈ ઈંગ્લંડની ગાદી ઉપર પોતાને હક જબરદસ્તીથી સિદ્ધ કરે. આ મતને વળગી રહેવાથી ઇંગ્લેંડ અને સ્કોટ્લડને મૈત્રી રહેશે તે સ્કોટ્લડ પરદેશીઓથી અલગ રહેશે એમ માનવામાં આવ્યું. દરમ્યાન ઇ. સ. ૧૫૬૯માં ઉત્તર ઈંગ્લેંડમાં નાંક, નાÜબરલંડ ને વેસ્ટમારલેંડના અમીરાની આગેવાની નીચે મેરિને ગાદીએ ખેસાડવાના હેતુથી કેટલાએક કૅથાલિકાએ ખંડ કર્યું પણ તેને તુરત જ ક્રૂર રીતે દાબી દેવામાં આવ્યું. આ વખતે રૂડોલ્ફ નામના માણસનું મેરિએ ગાદીએ બેસાડવાનું ને લિઝાબેથને પદભ્રષ્ટ કરવાનું કાવતરૂં બહાર પડયું. નાક઼કના શિરચ્છેદ કરવામાં આવ્યે. એજ શિક્ષા મેરિને પણ મળવી જોઇએ એવી વિનંતિ પાર્લમેંટે રાણીને કરી; પણ તે માન્ય રાખવામાં આવી નહિ, ઇ. સ. ૧૫૭ર. ઇંગ્લંડમાં હવે રામન કૅથાલિક લાકો સામે સખ્ત કાયદાએ કરવામાં આવ્યા હતા. સ્પેઇનના રાજા ફિલિપ ઉધાડે છેગે ઇલિઝાબેથ વિરુદ્ધ ખટપટ કરતા હતા. કૅથાલિક પક્ષની બધી આશા મેરિ ઉપર જ હતી. ઇ. સ. ૧૫૮૬માં મેરિએ પોતાના ઈંગ્લંડની ને સ્કોટ્લડની ગાદી ઉપરના હક પુત્ર છઠ્ઠા જેઈમ્સ પાસેથી ખેંચી લઈ ફિલિપને આપ્યા. ઍનિ અબિંગ્ટન નામના મેરિના એક કૅથાલિક ખીદમતદારે લિઝાબેથને મારી નાખવાનું કાવતરૂં કર્યું, પણ તે પકડાઈ ગયા ને તેના શિરચ્છેદ કરવામાં આવ્યા. મેર આ કાવતરામાં સામેલ હાય એમ જણાયું; પણ મેરિ સ્કાલ્લંડની રાણી હતી. તેના ઉપર કામ ચલાવવાને ઇંગ્લેંડના રાજ્યની કાઈપણ અદાલતને હક નહાતા. છતાં પાર્લમેંટે રાણી પાસે મેરિના શિરચ્છેદ
} ૭