________________
૧૦૬
ઈ. સ. ૧૫૬૩. ઈ. સ. ૧૫૭૦માં પપે ઈલિઝાબેથને ઇંગ્લંડની ગાદીથી બરતરફ કરી ને ઈંગ્લંડના કેથલિકને તેના ગેરકાયદેસર રાજ્ય સામે થવા છૂટ આપી. ઘણું કૅલિક ઈંગ્લડ છોડી ગયા ને દેશાવર જઈ રાજદ્રોહ કરવા મંડ્યા. આ કારણથી પાર્લમેટે કેથલિકો સામે ને સુઈટ સામે સખ્ત કાયદાઓ કર્યા. આ વખતે ઈંગ્લંડમાં રાણુને ધારણ વિરુદ્ધ બીજે સબળ પક્ષ ઉભું થતું હતું. તે પક્ષ પ્રેઅિટેરિઅન અથવા મ્યુરિટન (Presbyterian-Puritan) કહેવાય. પાર્લમેટમાં પણ તે પક્ષનું જોર હતું.
એ કારણથી તેમની સામે રાણીએ સખ્ત કાયદાઓ કરાવ્યા, કારણ કે તેઓ ધર્મના વિષયમાં મહાજનસત્તાક વ્યવસ્થા માગતા હતા ક
આ નવા કાયદાઓ પ્રમાણે કુલ લગભગ ૧૮૭ કથાલિકોને ધર્મના કારણસર દેહાંતદંડની શિક્ષા કરવામાં આવી. Whitgift-લ્ડિંગિફટ ઈ. સ. ૧૫૮૩માં કૅન્સરબરિને આચંબિશપ થયો ત્યારે તેની સલાહથી ઈલિઝાબેથે ૪૪ સભાસદનું (જેમાં ૧૨ બિશપે હતા) હાઈ કમિશન નીમ્યું. તે મંડળને ધાર્મિક વિવાદ ઉપર ન્યાય ચૂકવવાનો અધિકાર હતા પણ તેની સત્તા ઘણું જ નિરંકુશ હતી; માત્ર તેને દેહાંતદંડ આપવાનો અધિકાર નહોતે. ઠેઠ રાણીના મરણ સુધી આ મંડળે ઘણુ યુરિટને ને કૅકૅલિકો ઉપર ફોજદારી કરી તેમને સતાવ્યા. આ કારણથી પ્યુરિટને ધર્મની વ્યવસ્થા સામે પડ્યા ને રાણીના અમલમાં છેલ્લાં વર્ષોમાં તેઓ છેક તેની સામે બેલવા લાગ્યા.
*Elizabeth cast her mantle over the Church, and changed! the offensive alliance of crown and parliament, forged by Henry VIII against the church, into a league for mutual defence between crown and church against Parliament, which dominated English politics for a century and more. The royal supremacy became a boon instead of a stumbling block to the Church, and Elizabeth's services have reaped a posthumous reward in the contrast drawn by ecclesiastical historians between her father's character and hers.
Pol. Hist. of England, Vol. VI, P. 363.