________________
૧૦૩
પ્રકરણ ૬
ઈલિઝાબેથ, ઇ. સ. ૧૫૫૮-૧૬૦૩.
નવી રાણી લિઝાબેથ,—લિઝાબેથ જ્યારે ગાદીએ આવી ત્યારે પચીસ વર્ષની હતી. લિઝાબેથનું શિક્ષણ ક્ષણી ઉચ્ચ કાટિનું હતું. તે ગ્રીક, લૅટિન તે હિબ્રુ લખી જાણતી, અને ફ્રેંચ, જર્મન અને ઈટાલિઅન લખી તેમ જ ખેલી જાણતી. સંગીત ને નૃત્યની લલિત કળાઓમાં પણ તે એક્કી હતી. સામરસેટ અને મેરિના કારભાર દરમ્યાન તે માંડ માંડ ભયંકર આક્તમાંથી છટકી ગઈ હતી ને મેરિના વખતમાં તેણે કેટલાક વખત કેદમાં પણ કાઢયા હતા. નવી રાણી બહુ સુંદર નહતી. તે મિથ્યાભિમાની, ઉર્દૂત અને કડક હતી. તેનું મન કળવું ઘણું મુશ્કેલ થઈ પડતું; પણ તે ઈંગ્લેંડના લોકા ઉપર પ્રીતિ રાખતી. લોકો પણ તેને ચાહતા. તેની નસેનસમાં ઇંગ્લીશ લોહી વહેતું હતું. રાજકારણમાં તે ધણી કાખેલ હતી, પણ ધર્મની બાબતમાં તે બેદરકાર હતી. પાતાનો ને રાજ્યના સ્વાર્થ સાધતી વેળા તે ન્યાય-અન્યાય, સત્ય-અસત્ય એવું કશું જોતી નહિ. અલબત તે કાંઈ નાસ્તિક નહેતી. તેનામાં તેના બાપના ને તેની માના તમામ ગુણદેષા ઉતર્યાં હતા. આઠમા હેન રિએ નક્કી કરી રાખેલા ચર્ચના ધારણને તે ગમે તે ભાગે વળગી રહેવા માગતી હતી. તેને કાલ્વિનના મહાજનસત્તાક ચર્ચ ઉપર રાણી તરીકે અણુગમા હતા, તેમ પાપની નિરંકુશ સત્તાને પણ તેને અણુગમા હતા. ઇલિઝાબેથના સ્વભાવ સ્ત્રીજાતિના નહિ પણ પુરુષજાતિના હતા; લગ્ની બાબતમાં તેણે પોતાના જ હ્રદય તરફ દૃષ્ટિ નહિ કરતાં રાજ્યના સમગ્ર હિતને લક્ષમાં રાખ્યું, ને ઈંગ્લેંડને પરતંત્ર નહિ બનાવતાં પેતે ઠેઠ સુધી અવિવાહિત રહી. છતાં પોતે લગ્ન કરવા માગે છે એવું વાતાવરણ તેણે સ્વદેશમાં તે પરદેશમાં ઉત્પન્ન કર્યું, ને લગ્નને નામે તેણે ભલભલા રાજાને ને રાજપુરુષોને હથેળીમાં રમાડ્યા–એવી તે તે ઉસ્તાદ હતી. એના વખતના અંગ્રેજો દેશાવર પાતાની વગ તે પોતાના વેપાર વધારવા ધણા ઈંતેજાર હતા, તે તે રાણીના કે તેના સલાહકારોના વાર્યો વળે એવા નહેાતા. આ નવીન જમાનાને રાણી