________________
૧૦૨
કુલિક પંથની ફરી સ્થાપના–મેરિની પહેલી પાર્લમેંટે છ એડવર્ડના અમલના ધર્મસંબંધી તમામ કાયદાઓ રદ કર્યા ને હેનરિના વખતમાં ચર્ચની જે સ્થિતિ હતી તે કાયમ રાખી. પણ ત્રીજી પાર્લમેંટે રેમના પિપ સાથે એકમત જાહેર કર્યો ને આઠમા હેનરિએ પસાર કરાવેલા પિપ ને તેની સત્તા સામેના તમામ કાયદાઓ રદ કર્યા, ઇ. સ. ૧૫૫૫. પણ પાર્લમેટે ચર્ચનું તમામ ઉત્પન્ન રેમના પાપની તિજોરીમાં જવા દેવાની ના પાડી.
ઈંગ્લંડ ને યુરો૫; રાણીનું મરણ–ઈ. સ. ૧૫૫૬માં મેરિને પતિ ફિલિપ પેઈનને રાજા થયે. તુરત જ પેઈન ને પોપ વચ્ચે લડાઈ શરૂ થઈ. ક્રાંસે પિપ પક્ષ લીધે. ઇંગ્લંડને ફિલિપને પક્ષ લેવો પડે, ઇ. સ. ૧૫૫૬-૫૮. ઇ. સ. ૧૫૫૮માં કેલે ફ્રાંસના હાથમાં ગયું. આ નુકસાન ઈંગ્લડના લોકોના મનમાં ઘણું ખેંચ્યું ને લોકો મેરિ ઉપર ઘણું ગુસ્સે થયા. તે રાણી ઈ. સ. ૧૫૫૮ના નવેંબરમાં મરી ગઈ. લેકે હર્ષઘેલા થઈ ગયા. ચર્ચમાં ઘંટાના થયા, રાત્રે લોકોએ મેટો ઉત્સવ ઉજવ્ય, ઉજાણું કરી, ને નવી રાણી ઈલિઝાબેથને નામે આનંદ આનંદ બધે સ્થળે થઈ રહ્યા..
Then Cranmer lifted his left to heaven, And thrust his right into the bitter flame; And crying in his deep voice, more than once, "This hath offended-This unworthy hand ! So held it till all was burned.”
Tennyson. ઈંગ્લેંડમાં ધર્મને નામે જે જુલમ ગુજારવામાં આવ્યું તે કરતાં હજારગણે. ઘાતકી ને અસહ્ય જુલમ સ્પેઈનમાં, જર્મનિમાં ને ઈટલિમાં ગુજારવામાં આવ્યા હતે. મુસલમાની રાજ્યકર્તાઓના વખતમાં હિંદુઓ ઉપર ગુજારવામાં આવેલા જુલમની વાતે આપણું પરદેશી ઈતિહાસકારે અનેરા રૂપરંગ ભરી ચીતરે છે; પણ તેઓ ભૂલી જાય છે કે તેમનાં લખાણે ઓગણીસમી ને વીસમી સદીમાં કરવામાં આવે છે. યુરોપ ને હિંદમાં શહીદોને તુલનાત્મક અભ્યાસ કરવાની જરૂર લાગતી નથી ? બીજે ભેદ પણ સમજવા જેવો છે. યુરોપમાં એકજ ને સર્વમાન્ય. ખ્રિસ્તી પંથના સ્થાપક ઈસુ ખ્રિસ્તના નામે જુદા જુદા પક્ષે જુલમ કરતા. હિંદમાં. મુસલમાને ને હિંદુઓ એક જ પયગંબરના નામે લડતા નહોતા. આ દષ્ટિએ ખ્રિસ્તી, પ્રજાઓની પરસ્પર અસહિષ્ણુતા વધારે અક્ષમ્ય ગણાશે.