________________
૧૦૧
નાખવાના હુકમ કરવામાં આવ્યા. મેરિ એમ ધારતી હતી કે જે આગેવાનોને સપ્ત સજા કરવામાં આવશે તે પછી બીજા માણસે પિતાની મેળે જુના પંથને સ્વીકાર ફરીથી કરશે. આ માન્યતા ભૂલભરેલી હતી. મેરિની અગાઉનાને મેરિની પછીના જમાનામાં રાજદ્રોહ અને ધર્મદ્રોહના, બંને આરે ઉપર નાના મેટા લેકોને જીવતા બાળી નાખવામાં આવ્યા હતા. પણ મેરિ રાજદ્રોહી માણસને માફી આપતી ને માત્ર ધર્મદ્રોહી અથવા વધારે સ્પષ્ટ લખીએ તે પિપદ્રોહી માણસને જ બાળી નાખવાને હુકમ કરતી. આ સજા કરવામાં ગાડિનર, બાનર ને પલ મુખ્ય સલાહકાર હતા. શહીદ (Martyrs) થવા માં કૅનમર, રિલિ (Ridley) લૅટિમર (Latimer) એ મુખ્ય હતા. શહીદની કુલ સંખ્યા લગભગ ૩૦૦ જેટલી હશે ને તે માત્ર ત્રણ વર્ષની મુદતમાં. પરિણામે રાણીને કારભાર ઘણે વગેવાય ને કે તેનાથી કંટાળી ગયા. વળી જે હેતુથી આટલી બધી સખ્તાઈ બતાવવામાં આવી તે હેતુ પાર પડી શકે નહિ. ઈગ્લેંડના લોકોમાં હવેથી આ વાત તો સજ્જડ ઘર કરીને પેસી ગઈ કે કેથલિક પંથ જે દેશમાં ફરી સ્થાપવામાં આવશે તે વળી હજારે અંગ્રેજ પુરુષો, સ્ત્રીઓ ને બાળકો અકાળ ને ઘાતકી સજા પામી ભરી જશે અને અસંખ્ય કુટુંબો પાયમાલ થઈ જશે. પાપ ને કૅથલિક પંથ સામે તેમને વિરોધ ઢીલ ન થતાં ઉલટે સજ્જડ થઈ ગયો અને તે પંથનું એકદમ આવી બન્યું.
# ધર્મનું ઝનુન કેટલે સુધી જઈ શકે છે તે મેરિના કારભારના કેટલાક બનાવોથી આપણે જોઈ શકીએ છીએ. એ વખતે ધર્મને નામે, ઘણું મરી ગએલા માણસનાં મુડદાઓને પણ બાળવાની સજા (?) કરવામાં આવી હતી. મરતી વેળા લૅટિમર ૭૦ વર્ષને ડોસે હતો પણ તેની હિંમત અપાર હતી; રિલિને તેણે કહ્યું“Be of good comfort; we shall this day light such a candle, by God's grace, in England, as I trust shall never be put out.” એ ભવિષ્યવાણી અક્ષરશઃ ખરી પડી. કૅનમરે મરતાં અગાઉ પ્રાયશ્ચિત કર્યું; પણ મરતી વેળા તેણે તે અનુતાપનાં લખાણો પાછા ખેંચી લીધાં. બળવાની જગ્યા ઉપર તેને લઈ જવામાં આવ્યું ત્યારે તે બોલ્યો -આ જમણે હાથે છ છ વાર લિખિત પ્રાયશ્ચિત્ત આપ્યું છે ને તેથી તેને પહેલો ને મેટો ગુન્હો છે. એમ કહી -જમણો હાથ હિંમતથી તેણે બળતા અગ્નિમાં ધરી રાખ્યો ને પોતે ભડથું થઈ મરી ગયે –