________________
૧૦૦
મેરિની કેથલિક રાજ્યનીતિ. –ગાદીએ આવતાં વાર જ મેરિએટ પિતાના મુખ્ય શત્રુઓને માફી આપી. મેરિનું આ વર્તન ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. તે ધર્મની બાબતમાં અડગ વલણ બતાવતી ને મતભેદકદી સહન કરતી નહિ; રાજ્યકારણમાં તે આવી સહિષ્ણુતા બતાવતી. ઈગ્લેંડના લેકે રાણી સાથે રહ્યા હતા ને તેમના પક્ષથી મેરિને ગાદી મળી હતી; પણ તેથી કાંઈ એમ સમજવાનું નથી કે ઇંગ્લંડના લોકોને મન કેથલિક પંથમાં પાછા જવું હતું. તેઓ નર્ધબરલેંડના ખટપટી ને ધર્મ સંબંધી લ્યુથર કરતાં પણ આગળ વધતા કારભારથી કંટાળી ગયા હતા. મેરિને આવી લોકલાગણીને લાભ લેવું નહોતું. તેને તે રાણી તરીકે પિતાને જુના પંથને ફરીથી ગ્લંડમાં દાખલ કરેલ હતું. મેરિના સગા એપરર ચાર્લ્સ તેને સહિષ્ણુતા બતાવવાની સલાહ આપી, પણ તે સલાહ રાણીએ બીલકુલ માની નહિ. ચાર્લ્સની બીજી સલાહ એ હતી કે મેરિએ સ્પેઈનના પાટવી કુંવર ફિલિપને પરણવું. ઈંગ્લંડના લોકો આવા લગ્નથી ઘણું વિરુદ્ધ હતા, કારણ કે એવું લગ્ન થાય તે ચેકસ ઈગ્લડ સ્પેઈનના રાજાને વશ થાય ને દેશની બધી સ્વતંત્રતાને નાશ થઈ જાય. ઇંગ્લંડના લોકોને વિચાર એ હતો કે મેરિએ કાયમ કુંવારા રહેવું, ને જે પરણવું જ હોય તે કોઈ રાજવંશી અંગ્રેજને પરણવું. મેરિએ આ બાબતમાં પણ કવિરુદ્ધ આચરણ કર્યું. તેણે ઈ. સ. ૧૫૫૫માં ફિલિપ સાથે લગ્ન કર્યું. તે અગાઉ ડેવનશાયરમાં ને ઇંગ્લંડના મધ્ય ભાગમાં વાયટ (Wyatt) નામના માણસની સરદારી નીચે બંડ થયાં. મેરિએ હકમતથી લેકને પિતાના પક્ષમાં રાખ્યા ને બંડ દબાઈ ગયાં. આ બંડ પછી તુરત જ જેઈન ગ્રેને શિરચ્છેદ કરવામાં આવ્યું. લગ્ન પછી મેરિએ ગાર્ડિનર, પલ ને રેનાડ (Renard) જેવા જુના મતના સલાહકારેને વિશ્વાસમાં લીધા. હેનરિ પહેલાં પિપ સામે પક્ષ નાનું હતું ને તેથી તેને જબરદસ્તીથી દબાવી દેવામાં આવ્યો હતો. હવે તે પક્ષ મેટો થઈ ગયે હતો ને જબરદસ્તી થવાથી આખા દેશમાં ખળભળાટ થાય એમ હતું. છતાં જે કાયદાઓથી ને રીતથી હેનરિએ ને સમરસેટે વિરુદ્ધ પક્ષને કચડી નાખ્યો હતો, તે જ કાયદાઓથી ને તે જ રીતથી હવે એમના જ પક્ષને કચડી