________________
૯૧
આપવાની લોકોને મના કરી. રાજાની સંમતિ વિના હવે ચર્ચથી ફાયદો થય શકે નહિ એમ યું. રામની અદાલતના અપીલો સાંભળવાના હકો લઈ લેવામાં આવ્યા તે ક્રૅન્ગર ધર્માધ્યક્ષ (Archbishop) થયા, ઇ. સ. ૧૫૩૩. ઇ. સ. ૧૫૩૪ની પાર્લમેંટે હેરિને ચર્ચની તમામ નીમણુક કરવાની સત્તા આપી, ઍન મેલીનની પુત્રો લિઝાબેથને ગાદીની વારસ ઠરાવી; તે રામના પોપને રામના બિશપ તરીકે જાહેર કર્યાં. ત્યાર પછી ક્રમ્બેલે રાજદ્રોહના કાયદો સખ્ત કરાવ્યા. સર ટામસ મારને અને ફિશરને એ કાયદાના ભંગ કરવાના આરેાપ ઉપર દેહાંતદંડ આપવામાં આવ્યેા. રાજાની ચર્ચ ઉપરની તમામ સત્તાઓનો અમલ કરવા ક્રૅમ્બેલને Vicar-general બનાવવામાં આવ્યા. ઇ. સ. ૧૫૩૬માં નાના મઢોને બંધ કરવામાં આવ્યા, તે તેમની તમામ મીલકત ખાલસા કરવામાં આવી. આ કાયદાથી રાજા ને તેનાં માણસાનાં ખીસ્સાં તર થયાં—આગળના વખતમાં એમનું ઉત્પન્ન કેળવણી કે એવા કાઇ પણ સાર્વજનિક ઉપયેગ માટે વાપરવામાં આવતું. અને અપ્ટિસ્ટને હવે ફ્રાંસી મળવા લાગી. ઇ. સ. ૧૫૩૬માં નવા ચર્ચના દશ નિયમે (Ten Articles તે જાહેર કરવામાં આવ્યા તેથી ઈંગ્લેંડનું ચર્ચ રામથી સ્વતંત્ર, પણ રાજાનું તાબેદાર થયું. બાઈબલનું અંગ્રેજીમાં ભાષાંતર કરવામાં આવ્યું. એક બાહેાશ તે પ્રમાણિક વકીલની સરદારી નીચે તેડી નાખેલા મઢના સાધુઓએ તે બીજા ત્રીસ હજાર લોકેએ ઉત્તરમાં ભંડ કર્યું પણ તેને દબાવી દેવામાં આવ્યું. આ ભંડ Pilgrimage of Graceના નામથી ઓળખાય છે. લ્યુથરના કેટલાક વિચારાને હવે નવેસર સ્વીકારવામાં આવ્યા, તે Six Articles- આર્ટિકલે અથવા સિદ્ધાંત પાર્લમેંટે પસાર કર્યા, ઇ. સ. ૧૫૩૯. ઉપર જણાવેલા ખંડને લાભ લઈ ક્રમ્બેલે બાકી રહેલા મઠો (Monasteries) ને પણ બંધ કર્યો તે તેમનું ઉત્પન્ન ખાલસા કર્યું. આ વખતે મઢાના અધિકારીઓ ઉપર જુલમ
* ફાંસીએ ચડચા અગાઉ વૃદ્ધ ફિશરે પાતા માટે નેકરને સફેદ ને સારાં. કપડાં લાવવાનું કહેતાં નાકરે પૂછ્યું ત્યારે તેણે નીચે પ્રમાણે જવાબ આપ્યાઃ—
"Dost thou not mark that this is our wedding day and that it behoveth us therefore to use more cleanliness for solemnity of the mar.iage P