________________
૨૯
સામગ્રી તૈયાર થઈ ગઈ હતી. માત્ર દીવાસળીની જ જરૂર હતી. ઇ. સ. ૧૫૧૭માં પાપ દસમા લિઓને ( Leo ) પૈસાની જરૂર પડતાં તેણે Indulgences–પાપથી મુક્ત થવાનાં કાગળીઆં વેચવા માંડ્યા ને તે માટે ટેટ્ઝલ (Tetzel) નામના પોતાના માણસને સકસનિ ( જર્મનિમાં ) મેકક્લ્યા. પણ Wittenberg–વિટનબર્ગના વિદ્યાપીઠના પ્રોફેસર ડૉકટર માર્ટિન લ્યુથરે એ કાગળ ફાટ છે એમ જાહેર કર્યું, ને ટેટ્ઝલને સવાલોના જવાએ આપવા કહેણ મોકલ્યું. પાપે લ્યુથરને નિંદ્યા; લ્યુથરે પાપના આ નિંદાપત્રને ચોક આળી નાખ્યું, ડિસેમ્બર, ૧૫૨૦. તેણે જર્મનિના નાના મેટા તમામ રાજાએને કહેવરાવ્યું કે પોપને નાણાંની મદદ આપવા જેવું નથી. લ્યુથર હવે સંધબહાર થયા; પણ જનિના ધણા લોકો ને કેટલાક રાજાએ તેના પક્ષમાં હતા તેથી તેની જિંદગીને આંચ આવી નહિ. જર્મનિમાં આ વખતે ખેડુતે એ જબરદસ્ત ખળવા ઉડાવ્યેા; તેમાં લ્યુથરના પક્ષપાતીએ ભળ્યા. તેમને ધાર્મિક તે સામાજિક ઉથલપાથલ કરવી હતી, તેથી ધણા વગવાળા માણસાને તેમના ઉપર તિરસ્કાર થયો. લ્યુથરની ચળવળ સમાજને તે રાજ્યને પણ ઉથલાવી મારશે એવી બીક ધણા બુદ્ધિશાળી માણસાનાં મગજમાં પેસી ગઈ. ઈંગ્લેંડમાં પણ તેવું જ બન્યું. દરમ્યાન પોપ સાતમા ક્લિમેંટે ઍપરર ચાર્લ્સના કહેવા મુજબ બધું કરી આપ્યું. હવે જર્મનિમાં બે પક્ષ પડી ગયા–પાપનો પક્ષ, જે Catholies કહેવાયા, ને સુધારકા, જેઓ Protestants–પ્રોટેસ્ટંટા કહેવાયા.
હેરિ અને પ્રોટેસ્ટંટેડ.—હેરને લ્યુથરના પક્ષ ઉપર જરા પણુ પ્રીતિ નહાતી. તેણે લ્યુથર સામે એક પુસ્તક લખ્યું તેથી પોપે ખુશ થઈ તેને Defender of the Faith-“ધર્મના સંરક્ષક” એવું બિરૂદ આપ્યું હતું. પણ જ્યારે પાપે રાણીના પરિત્યાગ–Divorce–ના વિષયમાં રાજાને નમતું આપવામાં ઢીલ કરી ત્યારે હેર પેપ સામે થયા હેરિને પોપથી સ્વતંત્ર થવું હતું. ચર્ચની વ્યવસ્થામાં કે ખ્રિસ્તી સિદ્ધાંતામાં તેને કાંઈ ફેરફાર કરવા નહેતા. આ બાબત જો આપણે લક્ષમાં રાખશું તેા ઇંગ્લેંડના રેફર્મેશન–ચર્ચની
* The King has destroyed the Pope but not Popery.