________________
૮૨
પ્રકરણ ૨ જુ.
૧૭૯૩ માં દીવાની અને ફોજદારી ઇન્સાફની રીતિમાં બીજા સુધારા થયા. ન્યાય અને કાર્યભાર ખાતાં જુદાં પાડવાં. મહેસુલસભા અને દેશાધ્યક્ષો પાસેથી મહેસુલની બાબતને ન્યાયાધિકાર લઈ લીધે. દેશાધ્યક્ષ પાસેથી સાહસ શાસનની (જદારી) સત્તા પણ લઈ લેવામાં આવી; અને દેશાધ્યક્ષ (કલેકટર) કરતાં વધારે દરજજાના અમલદારને વ્યવહાર ન્યાયાધ્યક્ષ અને દરેક વિભાગમાં સાહસાધિકારી તરીકે નીમ્યો. અને આજ અમલદારને પોતાના વિભાગની પોલિસની દેખરેખ પણ સોંપવામાં આવી. કલકત્તા, પટના, ધાકા અને મુશદાબાદમાં એમ ચાર ઠેકાણે ઉપરી ન્યાય સભાઓ પણ સ્થાપી.
મહૈસૂરના ટીપુ સુલતાન સાથે શરૂ થયેલા યુદ્ધમાં લોર્ડ કોર્નવોલીસને જાતે ભાગ લેવાની જરૂર પડી. તેણે હૈસૂરની રાજધાની સર કરી. સને ૧૭૯૨ માં પિતાના લખાવ્યા પ્રમાણે ટિપુને સંધિપત્ર લખી આપવા ફરજ પાડી. આથી બ્રિટિશને પશ્ચિમના કાલીકટ અને કુર્ગ એ પ્રાંત અને પૂર્વમાં બડામહાલ નામનો પ્રાંત મળ્યો. આ બડામહાલમાં મહેસુલને બંદેબસ્ત કરવામાં ટૅમસ મરો ૧૭૯૨ થી ૧%૪ સુધી રોકાયા હતા, અને આ વખતે મેળવેલા અનુભવથી તેઓ મદ્રાસના સહુથી વધારે પ્રસિદ્ધ મહેસુલી અમલદાર થયા.
બંગાળામાં શરૂ થયેલી મહેસુલી તપાસ હવે પુરી થવા આવી હતી. ૧૭૮૯ ના જુનની ૧૮ મી તારીખની મિ. શેરની અચળ જમાબન્દી બાબતની નોંધથી તેવી મહેસુલની રાજ્યનીતિને પાયે નંખાયો. આ નૂધને સાર પણ અહીં આપવો શક્ય નથી. મૂળમાં, હકીકત અને આંકડા સાથે પાંચમા રિપિ
નાં શીર પાનાં એ નોંધમાં રોકાયાં છે, પણ મિ. શરની તપાસમાં નીકળેલી કેટલીક હકીકતને અત્રે સ્થાન આપવાની જરૂર છે.
જે ટોડરમલની મહેસુલ માફકસર હતી એમ આપણે પ્રથમ દરજે માની લઈએ તો ઉપર બતાવેલો વધારે સુમારવિનાનો નહિ લાગે. ટોડરમલ અને જાફરખાનની વચ્ચેના વખતમાં દેશમાં આબાદી ઘણું વધી હતી, કાર