________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ. આ નવી યોજનાને અમલમાં મૂકવા સારૂ જે પુરુષની પસંદગી થઈ હતી તે સર્વ રીતે આ કાર્યને માટે યોગ્ય હતું. તેને વૉરન હેસ્ટિંગ્સ જેટલું હિંદના કારભારનું જ્ઞાન ન હતું, પણ જેમના ઉપર રાજ્ય કરવાને એને મોકલવામાં આવ્યો હતો તેમના ઉપર તેના મનમાં ઈશ્વરકૃપાથી સાચી દયાત્તિ હતી. ઇન્ડિયાના ઇતિહાસમાં ઘણીવાર બહાળા સ્થાનિક અનુભવવાળા અને સંકુચિત લાગણીવાળા રાજપુરુષો નિષ્ફળ થયા છે અને લોક કલ્યાણુમાં બળવાન નિષ્ઠાવાળા રાજપુરૂષ ફતેહમંદ થયા છે, અને તેથી જ આજે પણ હિંદના કારભારમાં યુરોપની રાજ્યનીતિકુશળતાનું તત્ત્વ દાખલ કરવાની જરૂર જણાય છે.
હિંદુસ્તાનમાં આવ્યા પછી લોર્ડ કૉલિસને એમ જણાવ્યું કે દસ વર્ષના બંદોબસ્તને માટે પણ જમીનદારીના રીત રીવાજ હક અને સાથના દર વગેરેની બાબતમાં પૂરી તપાસ કરવી જરૂરી છે, તેથી તેણે તે તપાસ એકદમ શરૂ કરી. કમિટી ઓફ રવિન્યુનું નામ બોર્ડ ઓફ રવિન્યુ ક્યારનું પાડવામાં આવ્યું હતું; તેની કામગિરી કાયમ રાખી. યુરોપિયન દીવાની આંધકારીઓને કલેકટર જજ" અને મેજીસ્ટ્રેટના સંયુક્ત અધિકાર આ ૫વામાં આવ્યા તો પણ ફોજદારી કામોને અધિકાર હજી બંગાળાના નવાબના પ્રતિનિધિના હાથમાં જ રહ્યા હતા અને યુરોપીયન મેજીસ્ટ્રેટ પણ ગંભીર ગુહાઓ, ઈન્સાફ થવા સારૂ તે તરફ મોકલતા.
૧૭૯૦ માં રાજ્યવ્યવસ્થામાં મોટો ફેરફાર થશે. ગવર્નર જનરલ અને સભાધ્યક્ષે તમામ ઇલાકાઓમાં ફજદારી ઈન્સાફની દેખરેખ પિતાના હાથમાં લીધી. સદર ફોજદારી અદાલત મુદાબાદથી કલકત્તે આવી. બે ચા દરજજાના ન્યાયાધીશોને મેજીસ્ટ્રેટની સત્તા ઉપરાંતના ગુહાઓની તપાસ કરવાને અધિકાર આપે. દીવાની અને ફોજદારી ધારાની ફરીથી વ્યવસ્થા કરી અને ઈગ્રેજી અને દેશી ભાષાઓમાં તેના તરજુમા છપાવીને બહાર પાડવા.
* દેશાધ્યક્ષ * વ્યવહાર ન્યાયાધીશ અને સાહસ ન્યાયાધીશ.