________________
છર
પ્રકરણ ૨ જુ.
ણિક નહીં તે અકુશલ અને ક્રર રાજ્યવ્યવસ્થા જ હશે. હું ઉમેરવાને દીલગીર છું કે બકસારથી તે એક સામી હદ સુધી ગામેગામ સંપૂર્ણ પાયમાલીનાં ચિહો સિવાય બીજું કાંઈ મારા જેવામાં આવ્યું જ નથી. બનારસ શહેર બાદ કરતાં બાકીને આખે ઇલાક રાજ્ય વિનાને છે. રાજ્યમાં બધે ગેરબંદોબસ્ત છે, લેકેના ઉપર જુલમ છે, વેપારને દાબી દેવામાં આવ્યું છે. અને મહેસુલ સાધનેને આ ઉપયોગ થવાથી, જલદીથી ઉતરી જશે એ ભય રહે છે.”
અયોધ્યાના વાવટાથી ખસી કમ્પનીની સત્તા નીચે આવ્યા. પછી નવું વર્ષની અંદર બનારસની આ સ્થિતિ થઈ ગઈ. હવે આપણે એક ડગલું આગળ ભરીએ અને અયોધ્યાની દશા જોઈએ. ના
અયોધ્યા, ઉપર કહેવાઈ ગયું છે કે બ્રિટિશ મિત્ર સુજાઉદૌલા સને ૧૭૭પ માં મરણ પામ્ય. શત્રુની સાથે એ કર અને ક્ષમાન્ય હતો, પણ એની રૈયતને તેણે સંતેથી, રાજી અને આબાદ રાખી હતી. જ્યારે અસોફુદૌલા એના પિતાની ગાદીએ બેઠા ત્યારે વૈરન હેસ્ટિસે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અયોધ્યા ઉપર જે સત્તા હતી તેમાં વધારો કર્યો, સુજાઉદૈલા સાથેનું જુનું તહનામું હતું તે રદ કરી અને એક નવું તહ કર્યું; અને તે મુજબ અયોધ્યાના રાજા પરિણામે કેમ્પની માંડલિક રામાં થઈ રહ્યા.*
આ માંડલિક્તામાં અયોધ્યાના વિનાશનું બીજ રોપાયું. હેસ્ટિંગ્સ એક લશ્કરની ટુકડીની સાથે કર્નલ હેનીને મોકલ્યા. આ સરદાર તે જમાનાના ઘણા ઈગ્રેજોની માફક તકનો લાભ બરાબર લઈ જલદીથી સમૃદ્ધિવાન થઈ જવાની ઈચ્છા રાખતા. અયોધ્યામાં પણ મદ્રાસ અને બીજે ઠેકાણે લશ્કરને
* મિલના હિંદુસ્તાનના ઇતિહાસમાં ઉતારેલું ૧૮૫૮ પુસ્તક ૪ પ્રકરણ ૭% * સિલેકટ કમિટિને દશમે રીપોર્ટ-૧૭૮૩ મે ૭.