________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૫૯
જુદી જુદી હકીકત સાંભળી; ઘણું વજનદાર કારણોને લીધે અત્યારે એમાંની પણ એક પણ યોજના સ્વીકારવાનું અમે ગ્ય ધારતા નથી.” કમ્પનીના કાર્યાધ્યક્ષને આ ઠરાવ અત્યંત અનિષ્ટ હતો. બેમાંથી એકે રીત પસંદ ન થયાથી પેલી હરાજીની રીત-જેથી બંગાળાની અધ પાયમાલી તો થઈ ચૂકી હતી તે કાયમ રહી. હિંદુસ્તાનના વાણિજ્ય પરાયણ રાજાએ ઘણાં વજનદાર કારણોથી પિતાની ઉપજમાં વારંવાર અને સતત વધારો કરવાની બાબતમાં તીર્ણ લાગણીવાળા હતા; અને હજી દશ વર્ષ સુધી હરાજીની પદ્ધતિ, ટુંકી મુદતના પટા, અને જમા ન ભરી શકાય ત્યારે જમીનદારને કેદ-એ મહા સંકષ્ટ બંગાળને માથે પાછું એટયું.
સને ૧૭૭૭ માં પાંચ વર્ષ ઉપર કરેલો બંદોબસ્ત પૂરો થયો. હવે હરાજીની રીતમાં કાંઈક સુધારો કર્યો, અને વંશપરંપરાના જમીનદારોને કંઈક પસંદગી આપવામાં આવી. પણ તેની સાથે આ મોટી જાગીરો પાંચ વર્ષને માટે નહિ પણ એક વર્ષ માટે ગણોતે આપવામાં આવશે એમ જાહેર કરવાથી આ રીતની સખ્તાઈ વળી વધી. આ પ્રમાણે ૧૭૭૮, ૭૮ અને ૮૦ માં વાર્ષિક પટાથી જમીન સાંથવામાં આવી હતી. આ આર્થિક જુલમની નીચે દેશ, બરાડા પાડતો કચડાઈ મુઓ, અને વળી એકવાર જમીનની વસુલાત નિષ્ફળ ગઈ.
સને ૧૭૮૧ માં વળી ફેરફારો કરવામાં આવ્યા. દીવાની અદાલતો માટે તેર કાયદાઓ ઘડવામાં આવ્યા; જે પાછળથી પંચાણું કલમના એક સંગ્રહમાં જોડી દેવામાં આવ્યા, અને હિંદુસ્તાની અને બંગાળી ભાષાઓમાં તેનાં ભાષાન્તરે પ્રસિદ્ધ ક્યાં. દીવાની ન્યાયાધીશ અને કલેકટરોને દેશમાં વધતા જતા ગુહા સામે ઉપાયો લેવા માટે મેજીસ્ટ્રેટની, ફોજદારી ન્યાયાધીશેની સત્તા આપવામાં આવી. કલકત્તામાં એક મહેસુલસભા સ્થાપવામાં આવી. તેણે એક વર્ષના પટાની સરતે જમીન આપવાની યોજના જમીનદારોને