________________
૫૮
પ્રકરણ ૨ જું.
གནང གང་ན,ཤརང ར ར ༢ ན
જેમના ઘરમાં મોટા અધિકાર હતા તેવા કુટુંબમાંથી હવે કઈ ભાગ્યેજ રહ્યું છે. જેઓ છે તેઓ મોટા નફાની આશા રાખે છે, અને દેશ તેમને તે નફા દઈ શકે તેમજ સરકારને જમા આપી શકે એ હવે રહ્યા નથી. તેથી હલકી સ્થિતિના માણસોને સરકારના ઉઘરાતદાર તરીકે રોકવામાં આવ્યા છે. આ લેકોએ, જે જીલ્લામાં તેમને કામગિરી સોંપી છે તેને માટે, મુકરર કરેલી રકમ આપવાના દસ્તાવેજો કરી આપેલા છે; એટલે વાસ્તવિક રીતે તેઓને મહેસુલના ઈજારદાર ગણવા જોઈએ. અને તેઓ સદરમાંથી પ્રાન્તોમાં જઈ જમીનદાર અથવા રૈયત સાથે સાથ વગેરે મુકરર કરી આપણને વસુલ આપે છે. ”
આ ઈજારાની રીતનાં દૂષણોનું વર્ણન આપીને, તેનાથી થતી દેશની પાયમાલી ઉપર ધ્યાન દોરીને, ફિલિપ કાસિસ લેકની આબાદી કરવાના હેતુથી જમીનની મહેસુલનો કાયમને બંદોબસ્ત કરવાની ભલામણ કરે છે.
એક વાર મુકરર કરી એટલે જમા જાહેર દફતરમાં ચડાવી દેવી જેઇએ. તે હમેશને માટે હોવી જોઈએ અને અચળ હોવી જોઈએ, અને બની શકે તો લોકોને તે બાબતની ખાત્રી કરી આપવી જોઇએ. આ સરતે જમીનની સાથે જવી જોઈએ. તે હાલ તરતમાં કોના હાથમાં છે અથવા ભવિષ્યમાં કોના હાથમાં આવશે એ ગણત્રી થી કેવળ સ્વતંત્ર રીતે. જે એમાં કાંઈ છુપી લક્ષ્મી હજી હશે તે ધણી પિતાના લાભને માટે મહેનત કરે છે એવી બુદ્ધિથી–તે લક્ષ્મી બહાર કહાડશે અને તે જમીનના સુધારામાં વપરાશે.”
આ યોજના જ્યારે કમ્પનીના કાર્યાધ્યક્ષે પાસે આવી ત્યારે તેમણે છેવટનું પગલું ભરતાં આનાકાની કરી. બ્રિટિશ લોકોની ખરી લાક્ષણિક-લક્ષ્યશન્ય રાજ્યનીતિથી તેમણે લખ્યું કે-જંદગીના પટાથી જમીન આપવાની, અને કાયમના યાવચ્ચન્દ્રદિવાકર પટા કરવાની–એ બે રીતોની
* ફિલિપ ફ્રાન્સિસ ની મિટિ ૧૭૭૬ લંડનમાં પ્રસિદ્ધ થઈ ૧૭૮૨.