________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૫૩
આ જમાનાના હિંદી કારભારની ભાષામાં આમ બલાત્કારથી મહેસુલને તેની તેજ રકમ ઉપર રાખવાની વાતને, હિંદની સ્વાધ્યશક્તિ કહેવામાં આવે. ૩. બંગાળામાં વેરન હેસ્ટિંગ્સનો અમલ–૧૭૭૨-૧૭૮૫,
સને ૧૭૭૩ માં રેગ્યુલેટિગ એકટ પસાર થયો. વૈરન હેસ્ટિંગ્સ ૧૭૭૨ માં બંગાળાના ગવર્નર તરીકે આવ્યો હતો, તે ૧૭૭૪ માં નવા કાયદા પ્રમાણે પહેલો ગવર્નર જનરલ થયો. ફિલિપ ફ્રાન્સિસ અને બીજા બેને ઈંગ્લેડથી એની સભાના સભાસદો તરીકે નીમવામાં આવ્યા હતા; અને બાકીના બે કમ્પનીના અહીંના નોકરોમાંથી પસંદ કરવામાં આવ્યા હતા. કલકત્તામાં
સદર અદાલત” ની સ્થાપના થઈ. એમ આશા રાખવામાં આવી હતી કે આ નવી ગોઠવણથી હિંદને રાજ્યકારભાર સુધરશે.
વોરન હેસ્ટિંગ્સના નામ સાથે હિંદના ઇતિહાસની માટી સ્મરણીય બીનાઓ યાદ આવે છે, જેના ઉપર પાર્લામેન્ટમાં પણ મોટી મોટી ચર્ચાઓ થઈ હતી. અયોધ્યાની બેગમોની વાત, બનારસના રાજાની બહલે, અને રોહીલાઓ સાથેનું યુદ્ધઃ આના કરતાં ઓછા ચમત્કારવાળી પણ ઘણી વધારે અગત્યની બીનાઓ પશ્ચિમમાં મરાઠા સાથેનાં અને દક્ષિણમાં હૈદરઅલી સાથેનાં યુદ્ધ હતાં. અને આ બધા બનાવે પ્રત્યે વૈરન હેસ્ટિંગ્સની વર્તણુક ઉપર સો સો વર્ષ થઈ ગયાં પણ હજી તકરારો ચાલ્યા જ કરે છે.
આ ઇતિહાસમાંથી એ બધી તકરારે બાતલ કરવાની હોવાથી અમને અનિર્વચનીય આનન્દ થાય છે. આપણા દેશના જનસમાજના કલ્યાણને લગતાં અને આખી પ્રજાની આર્થિક સ્થિતિને લગતાં જે જે પગલાં એની કારકીર્દિમાં ભરાયાં હોય તે સંબંધેજ આપણે ધ્યાન દેવાનું છે; એટલે, આપણે લશ્કરી બાબતે દૂર કરીને એમનાં વહીવટી આચરણે અને મહેસુલના સંબંધમાં એમણે ભરેલાં પગલાંને જ વિચાર કરીશું.