________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૪૯ પણ હોવી જ જોઈએ. દારિદ્રય, અપ્રજવ અને નિર્જનતા, એ મનુષ્યને આનદજનક તે નથી જ; અને એક આખી પ્રજાની ગાળો ખાતા ખાતા જ ઘરડા થવું એ કેકનાથી જ બની શકે. જે લેભાદિકને લીધે તાતંર સરદાર જુલમ અને લૂંટફાટ કરતા તો એક માણસની ટુંકી જીંદગીમાં પણ સત્તાના તેવા દુરુપયોગની માઠી અસર સત્તાના અધિષ્ઠાન સુધી પહોંચવાને પણ વાર આવતા. જોર જુલમથી ખજાનો ભરવામાં આવતું, પણ તે ખજાનો કત ઘરમાં ને ઘરમાં રહેતે; અથવા કોઈ બીજા વધારે બળવાનને હાથે અથવા કોઈ ઉડાઉને હાથે પાછો લોકમાં ને લેકમાં વહેંચાતો. ઘણી અવ્યવસ્થા હતી, સત્તા ઉપર રાષ્ટ્રિય બંધને કંઈપણ નહેતાં, તે પણ કુદરતને પૂરતો અવકાશ હતો; સંપત્તિના ઝરા સૂકાઈ ગયા હતા, અને તેથી દેશનાં વાણિજ્ય, વેપાર અને ઉદ્યોગ આબાદીમાં રહેતાં. લોભ અને વ્યાજખોરાઈ પણ રાષ્ટ્રિય સંપત્તિનું રક્ષણ કરવામાં અને તેનો ઉપયોગ કરાવવામાં કામે આવતાં. ખેડુત અને શિપીઓને ભારે વ્યાજ આપવું પડતું એ ખરું, પણ જે મુડીમાંથી પાછાં તેમને જ નાણાં મળવાનાં હતાં તેમાં જ તેથી વધારો થતા. તેમનાં સાધનાને માટે તેમને ભારે કિંમત આપવી પડતી, પણ તેઓ નિશ્ચિત હતા, અને તેની સર્વવ્યાપી અસરથી દેશમાં સામાન્ય સમૃદ્ધિની વૃદ્ધિ થતી હતી.
પણ અંગ્રેજની ધુરા નીચે આ બધે ક્રમ વિપરીત થઈ જાય છે. તાર્તરનો અભિગ બેશક નુકશાન કરનારો હતો, પણ આપણું તે રક્ષણ હિંદુસ્તાનને પાયમાલ કરે છે. તેમની તે તે દુશ્મનાવટ હતી, પણ આપણે તે આ મિત્રાચારી છે. વીસ વર્ષ થઈ ગયાં પણ આપણી રીત તે પહેલાં હતી તેવીજ અનિષ્ટકારક છે. ધોળાવાળવાળો અંગ્રેજ તે દેશીઓ જેવા પામતાજ નથી. જુવાન માણસે, લગભગ છોકરા જેવા, ત્યાં રાજ્ય કરે છે. નહિ દેશીએની સાથે હળવું મળવું, કે નહિ તેમના તરફ દીલસોજી રાખવી. હજી જાણે ઈંગ્લંડ જ રહેતા હોય તેની માફક જ તેઓ દેશીઓથી અલગ રહે છે;