________________
પ્રકરણ ૨ જી.
કમ્પનીના ઢાકાની આવડત હુશિયારીનું માપ થાય છે. અને આ, હિંદના દારિદ્રયનું મુખ્ય કારણ છે છતાં, તેને તેની સમૃધ્ધિ અને આબાદીનુ પ્રમાણ ગણવામાં આવે છે. પૂર્વ તરફથી કિમતી માલનાં ભરેલાં મ્હોટાં વ્હાણાના સંખ્યાબંધ કાલા હરહમેશ વધતા જતા પ્રમાણમાં આવે જાયછે તેથી લોકના ઉપર તેને રૂઆબ પડેછે. સ્વાભાવિક રીતે જે દેશની વધારાની પેદાશ વેપારી આલમમાં આટલા બધા માર્ગ પડાવતી હોય. તે દેશ સુખી સ્થિતિમાં છે અને એની આબાદી વધતી જાયછે એવા અભિપ્રાય બધાય છે. અને એમ પણ મનાતું હશે કે હિ ંદમાંથી આ પ્રમાણે જે માલ આયાત થાય છે તેના બદલામાં ત્યાં કાંઇ મેકલવામાં આવતું હશે-કે જેથી તે દેશની વેપારની મુડી સતત સબળ થતી જતી હશે અને વધતી હશે. પણ ખરી રીતે તે આ વેપાર હિંદને લાભકારક નહાતા પણ તે દેશની આપણા દેશને આપવાની પેશકશી હતી, અને તે તેને આ માયિક ભળકાદાર દેખાવ હતા.'’+
૪૮
આ સતત અપવાહની અનિષ્ટતાને ઇંગ્લેંડના મેટામાં મેાટા રાજ્યનીતિતત્વને પણ યાગ્ય ભાષામાં વખાડી છે. ૧૭૮૩ માં ફ્રાંસના ઇસ્ટ ઇન્ડિયા બિલ ઉપર ખેલતાં એડમન્ડ બર્ફે હિંદના આ અપવાહની નુકસાનકારક અસરાનું વર્ણન કરેછે, અને તેમણે તે પ્રસ ગે જે વચને કહ્યાં છે તેના કરતાં વધારે સાચાં, વધારે બળવાન અને વધારે પ્રતાપી વચનેા તેમની પાર્લમેન્ટની જીંદગીમાં તેઓ ભાગ્યેજ મેલ્યા હશે. કહેછે કે
એશિયાના વિજયકારાની ક્રૂરતા તરતજ એછી થતી કારણ કે વશ કરેલા દેશ તે પેાતાનેા કરી નાખતા. તેઓ જે દેશમાં રેહેતા તે દેશના અસ્ત–ઉદય સાથે તેમને પણ અસ્ત–ઉદય થતા. પોતાનાં સંતાનો માટે ષિતાની આશાએ ત્યાંજ રહેલી હતી; સંતાન પણ પૂર્વજોનાં પરાક્રમા ત્યાંજ જોતાં; એમનુ ભવિષ્ય એજ દેશ સાથે હંમેશને માટે જોડાયુ રહેતું; પાતાના દેશ ખરાબ ન થાય એવી સર્વ સ્વાભાવિક ઇચ્છા તેમનામાં +નવમા રિપાર્ટ સને ૧૭૮૩ પાનુ ૫૪.
66