________________
પ્રકરણ ૨ જું.
આ આંકડા ઉપરથી જણાય છે કે વર્ષોવર્ષ બંગાળાની ખરી ઉપજનો ત્રીજો ભાગ દેશ બહાર મોકલાવવામાં આવતો હતો. પણ દેશમાંથી વાસ્તવિક અપવાહ ઘણો મોટો હતો. વહીવટ અને લશ્કરી ખરીને મોટો ભાગ અમલદારોના પગારના સ્વરૂપમાં હતો અને તેઓ પોતાની તમામ બચત હિન્દની બહાર મોકલતા. સ્વદેશી વેપારીઓને પોતાના ઘરના વેપાર ઉદ્યોગમાંથી બાતલ કરીને જેમણે મોટી સમૃદ્ધિઓ જમાવી હતી, તેઓ પણ વર્ષોવર્ષ તે ધન આ દેશની બહારજ મેકલતા. આ વાસ્તવિક અપવાહન ખરા આંકડા તે ગવર્નર વચ્ચું તારવી કહાડેલા આમદાની રવાનગીના ૧૭૬૬–૧૭૬૭-૬૮ ના આંકડાજ હોવા જોઈએ. તે આ પ્રમાણે છે.*
આમદાની.
રવાનગી.
£ પાઉંડ.
£ પાઉંડ.
૬૨૪૩૭૫
૬,૩૧૧,૨૫૦
બીજા શબ્દોમાં આપણા દેશમાંથી આમદાની કરતાં દસ ગણી રવાનગી થઈ. મિ. વર્સ્ટ પંડે પણ આનું ગંભીરપણું જોઈ શકયા હતા, અને બંગાનાની આર્થિક સ્થિતિ ઉપર તેનાથી થયેલી માઠી અસરની હકીકત આપવામાં એમને કદી પણ કંટાળો આવતો નહિ. તેઓ લખે છે કે
“આગળ આપણે જે રકમો દિલ્હી મોકલતા તેને બદલે બંગાળાના વ્હોળા વેપારથી આપણને ક્યારનો મળી ગયો છે. નવાબના રાજ્યની અત્યારની સ્થિતિ કેવી છે? બધી યુરોપિયન કમ્પનીઓ અહીથી નાણાં મેળવીને
x View of the Rise &c. of Eng govt. in Bengal App, P. 117.