________________
૩૪૬
પ્રકરણ ૧૦ મું.
જનરલ” એ પદવી હતી; અને તેને બીજા પ્રાતો પર દેખરેખ રાખવાને અધિકાર હતા. ૧૮૩૪ માં આ અધિકારીને “હિંદુસ્તાનના ગવર્નર જનરલ” એ પદવી મળી એટલે લોર્ડ વિલ્યમ બેન્ટિન્ક હિંદુસ્તાનનો પહેલો ગવર્નર જનરલ થયે. અત્યાર સુધી દરેક ઇલાકાઓમાં પોતપોતાના બંદોબસ્ત સારૂ જુદાજુદા કાયદા થતા. હવે હિંદુસ્તાનના ગવર્નર જનરલને આખા હિંદુસ્તાનને લાગુ પડે તેવા કાયદા પસાર કરવાની સત્તા આપવામાં આવી. ગવર્નર જનરલના મંત્રીમંડળમાં અત્યાર સુધી ચાર સભાસદો હતા તેમાં હવે એક ઉમેરીને પાંચ કર્યા; અને આ પાંચમા સભાસદને વ્યવહાર (legal) મંત્રી એ સંજ્ઞા આપવામાં આવી અને હિંદુસ્તાનના પહેલા વ્યવહારમંત્રી તરીકે મેકોલેને નીમ્યા. વળી ગવર્નર જનરલને હિંદુસ્તાન માટે કાયદા ઘડવા સારૂ ખાસ અધિકારીઓ નીમવાની સત્તા આપવામાં આવી. અને આ અધિકારવાળી સભાના પ્રમુખ તરિકે કોલેએ પીનલ કોડ ઘડશે, જેને પ્રખ્યાત મુદ્દે વીસ વર્ષ પછી કાયદો થયો.
વળી યુરોપિયનેને હિંદુસ્તાનમાં વસવાટ ન કરવા દેવાના તમામ અંકુશો દૂર કર્યા. કલકત્તાના ધર્માધ્યક્ષની જૂની જગાના જેવી બીજી બે જગાઓ નવી કહાડી અને કમ્પનીના નિયંતાઓએ પસંદ કરેલા હિંદની સિવિલ સરવીસના ઉમેદવારોને કેળવણી લેવા સારૂ હેઈલિબરીમાં એક કોલેજ સ્થાપી. સને ૧૮૮૪ ના પિટ્ટના પ્રબંધે સરકારી અધિકારીઓનું જે
મંડળ કપનીના વહિવટ ઉપર દેખરેખ રાખવા સારૂ નીમ્યું હતું તે - કાયમ રાખ્યું.
કમ્પનીના વધારેમાં વધારે સમર્થ નોકરોને પણ લેકેની સહાયતા વિના રાજ્ય વહિવટ ગ્ય રીતે ચલાવવાનું અશક્ય જણાતું હતું, અને મને એલિફન્સ્ટન અને બેકિટકે ઉપર જણાવાઈ ગયું છે તે પ્રમાણે ન્યાયખાતામાં કેટલીક જવાબદારીવાળી જગાઓ ઉપર દેશીઓને દાખલ કર્યા હતા. આ