________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિકા
પણ આ વિનંતિ નિષ્ફળ નીવડી. આ “ખરચ ”જે મહારાણી વિકટ. રિયા ગાદી ઉપર બેઠાં તે વખતે ત્રીસ લાખ જેટલું હતું, તે તેઓ સદ્દગત થયાં ત્યારે એક કરોડ ૭ લાખ સુધી વધી ગયું હતું. આ અર્થશેષ દુનીઆમાંના આબાદમાં આબાદ દેશને પણ પાયમાલ કરવા સમર્થ છે; તેણે હિંદુસ્તાનને એક દુષ્કાળની ભૂમિ બનાવી મૂકી છે, જ્યાં, જેવા વારંવાર દુકાળ આવે છે, જેવા વિસ્તારમાં આવે છે, અને જેવા હાનિકારક આવે છે તેવા દુષ્કાળ હિંદુસ્તાનના પૂર્વના ઈતિહાસમાં અથવા જગતુના ઇતિહાસમાં અજ્ઞાત છે.
પ્રકરણ ૧૦ મું.
મહારાણી વિકટેરિયાનું રાજ્યારોહણ,
૧૮૩૩ માં કપનીનો પટ તાજો કરવા બાબત જે કાયદો થયો તેમાંના નાણાં સંબંધી ઠરાવ ઉપર આવી ગયા, પણ તે સિવાય બીજી પણ કેટલીક ગોઠવણો તેમાં થયેલી તેના ઉપર હવે આવીએ.
૧૮ ૦૨ અને ૧૮૦૩ માં લે વેલીનાં ઉત્તર હિંદુસ્તાનનાં યુધ અને મુલ ખાલસા કરવાની નીતિથી બંગાળાની સરહદમાં મોટો વધારો થયો હતો. ઉત્તર હિંદુસ્તાનના મુલકનો હવે જુદો પ્રાન્ત બનાવ્યો. આ વખતથી ત્રણને બદલે ચાર મુખ્ય ઇલાકાઓમાં હિંદુસ્તાન વહેંચાયું અને તેજ કાર
થી છેલા પ્રકરણમાં જે કાષ્ટક આપવામાં આવ્યાં છે તેમાં ત્રણને બદલે ચાર પાન્તો આ તારીખથી બતાવવામાં આવ્યા છે.
મી. વોરન હેસ્ટિંગ્સના વખતથી ગવર્નર જનરલની “બંગાળાના ગવર્નર 25