________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૩૮૧
દક્ષિણ મહારાષ્ટ્રના સંબંધમાં મારે કહેવું જોઈએ કે પટવરધન અને બીજા કેટલાંક કુટુંબના હાથમાં જે મુલક છે તેમાં ખેતી અને વેપારની જે આબાદી છે તેવી મેં બીજે કોઇ ઠેકાણે જોઈ નથી. આનું કારણ વહિવટની પદ્ધતિ છે એમ હું માનું છું; આ પદ્ધતિમાં જો કે કેટલીક વખતે નાણું કઢાવવામાં આવતાં હશે પણ તે ઘણે ભાગે માયાળું અને વત્સલતા વાળી છે. બીજા કારણે મને એ લાગે છે કે ફેરફાર બહુ ઓછા થાય છે. ખેતીના કામમાં હિંદુ પૂર્ણ જ્ઞાન ધરાવે છે એટલુજ નહિ પણ તેની પાછળ તેઓ તનમનથી લાગેલા છે; વહિવટી કામની અને ખાસ કરીને ઉજજડ થઈ ગયેલાં ગામડાં અને શહેરોને આબાદ કરવામાં તેની સમજણ આપણા કરતાં વધારે સારી છે, અને વ્યાવહારિક કુશળતા તે વધારે છે જ, પૈસાદાર માણસને ઉત્તેજન અપાય છે અને મુડીને ઉપયોગ થાય છે; જાગીરદારે પિતાની જાગીરોમાં જ રહે છે; અને સામાન્ય રીતે તમામ વહિવટ ઇજત આબરૂ વાળા અધિકારીઓ ચલાવે છે, જે પિતાતાના અધિકારના સ્થળોમાં જીવે ત્યાં સુધી રહે છે, અને જેમની પાછળ તે અધિકાર તેમના પુત્ર અથવા નજીકના સગાંઓને જ મળે છે. આ લેકો કઈવાર મરજી મુજબ પૈસા કઢાવતા હશે તે પણ તેમના તમામ ખરચ અને તમામ ઉપજ તેજ મુલકમાં રહે છે. પણ આબાદીનું સહુથી વધારે સંગીન કારણ જે મને માલુમ પડયું છે તે એ છે કે ગાંમડાઓને તેમ જ બીજી બધી વર્તમાન સંસ્થાઓને પૂર્ણ અધિકાર આપવામાં આવે છે, અને આપણી પદ્ધતિથી જેનો સંભવ જ નથી એવી રીતે તમામ વર્ગની રૈયતને રોજગાર મળે છે.” .
આ રીતે ઊચી નોકરીમાંથી લેકને બાતલ કરવામાં આવે છે તે અને વર્ષોવર્ષ મોટી રકમ હિંદુસ્તાનની બહાર ઘસડાઈ જાય છે, તે બે દરદ સર જોન માલ્કમ અને બીજા સાક્ષીઓએ સિલેક્ટ કમિટિ રૂબરૂ રજુ કર્યા હતાં. ઉપાય બિશપ હીબરે પ્રથમ બતાવ્યું હતું. તે એજ કે દેશીઓને વધારે