________________
૩૮૦
પ્રકરણ ૯ મું.
નથી ધારતો કે તે ફેરફારથી દેશી રજવાડાઓની રૈયતને, વેપારી, શાહુકાર કે ખેડુતને, કેાઈને, ફાયદો થયો હોય, કે થઈ શકે; વખતે તે સિવાય બીજાને થયો હોય. જ્યારે ૧૮૦૩ માં નામદાર (હાલના) કુંક ઓફ વેલિંગટનની સાથે દક્ષિણ મહારાષ્ટ્રમાં ગયે હતા ત્યારે ખેતીમાં અને ખેતીની ઉપજમાં કે વેપારના ધનમાં મને એ દેશ જે સમૃદ્ધ લાગ્યો હતો, તેવો સમૃદ્ધ દેશ હું ફરી જોઈ શક્યો નથી. વિશેષ કરીને કૃષ્ણ નદીના કિનારા ઉપરના દેશે પેશ્વાઈની રાજધાનીનું શહેર પૂના–તે બહુ ધનવાન અને આબાદ વેપારવણજનું શહેર હતું, અને દક્ષિણ જેવા સુકા દેશમાં જેટલી ખેતી હોઈ શકે તેટલી ખેતી ત્યાં જોવામાં આવતી હતી.
માળવાના સંબંધમાં પણ મને માહિતી છે, કારણ કે તે દેશનો કબજે કરવાનું અને ત્યાંનો દિવાની લશ્કરી અને રાજ્ય પ્રકરણી વહિવટ ચલાવવાનું મને સોંપવામાં આવ્યું હતું એટલે સરકારી દફતર વગેરે માહિતીનાં બીજાં સાધને મને ઉપલબ્ધ હતાં. મેં જ્યારે અધિકાર ધારણ કર્યો ત્યારે મારા મનમાં એવી સંપૂર્ણ ખાત્રી હતી કે અહીં તો સર્વે વેપારથી અજ્ઞાન જ હશે અને આંટનું નામ પણ નહિ હોય; પણ જ્યારે મેં જોયું કે ઉજજન અને બીજા શહેરો કે જ્યાં આબરૂદાર શાહુકારો અને શરાફે વેપાર ચલાવતા હતા તેમની સાથે રજપુતાના બુંદેલખંડ હિંદુસ્તાન (ઉત્તર) અને ગુજરાતના વિપારીઓ ધમધેકાર વેપાર ચલાવતા; અને આખા પ્રદેશમાં માલની આવ જા એમને એમ ચાલતી એટલું જ નહિ પણ વીમાવાળાઓએ આ ભયના કાર
થી દર બહુ ચડાવી દીધા હતા તો પણ તેમાંના કોઈએ વીમાનાં નાણાં આપવાં બંધ કર્યા ન હતાં. ( હિંદુસ્તાનના આ આખા ભાગમાં વીમા સુદ્ધાંતની ગોઠવણ છે એ વાત પણ નોંધવા જેવી છે.) હું નથી ધારતો કે એ પ્રદેશમાં, આપણ પ્રત્યક્ષ અમલથી–પૂર્વના રાજા રજવાડાઓના વખત કરતાં, વેપાર વાણિજ્યના અને ખેતીના સંબંધમાં આપણે કાંઈ પણ વધારો કરી શકીએ.