________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૩૭૭
સ, ૫૦૯ જે રાજ્યપદ્ધતિ બ્રિટિશ સરકારે દાખલ કરી છે તેના ફાયદા, એ આ મોટી જગાઓ જેને માટે તેઓ પ્રથમ હકદાર ગણાતા તેમાંથી તેમને બાતલ કરવામાં આવ્યા, તેને, પુરત બદલો નથી ?
જ હું એમ કહી શકું છું કે આવી રીતે જ્યાં તેમને બાતલ કરવામાં આવ્યા હોય ત્યાં બદલાનું કામ કોઈ પણ વસ્તુ સારી શકે નહિ. ”
આજ સાક્ષીની વીસ વર્ષ પછી ૧૮૫૩ માં ફરીથી જુબાની લેવામાં આવી હતી. અને આ વખતે તેમણે વધારે ભાર દઈને જુબાની આપી હતી.
સ૦ ૪૮૬૬ તમે એમ ધારે છે કે તેમનામાં એવી કર્ણ પરંપરા ચાલે છે કે પ્રથમ દેશી રાજ્યાધિકાર નીચે જ્યારે તેઓ હતા ત્યારે તેમની આર્થિક સ્થિતિ અત્યાર કરતાં સારી હતી ?
જ હું ધારું છું કે, સામાન્ય રીતે બેલતાં, આ વાત ઇતિહાસ જ કહે છે. ઇતિહાસ કહે છે તે પ્રમાણે છેક જુના વખતથી તેઓ હટી આબાદી ભોગવતા હતા.
૪૮૬૯ સર તેઓ અત્યારના કરતાં વધારે પૈસે નિરર્થક ખરચતા હતા અને અત્યારના કરતાં યુદ્ધમાં તેમનાં વધારે માણસો માર્યા જતાં હતાં, છતાં તેમની લડાઈઓ પરમુલકની છત કરવાની નહિ પણ પોતાના દેશમાંજ થતી એ વાત ધ્યાનમાં લેતાં, તેઓ અત્યારે છે તેનાં કરતાં વધારે સારી આર્થિક સ્થિતિ ભોગવતા હતા, અને ડેરો, કુવા અને તળાવ પાછળ નાણાં ખરચવાની તેમનામાં શકિત હતી તેને તમે શું ખુલાસે આપ છો?
જ આપણું વહિવટમાં એક ખરચનું મોટું ખાતું છે જેમાંથી તેઓ મુક્ત હતા. તે ખાતું તે આપણું રેપિયનનું તત્વ; જે વહિવટી તેમજ લશ્કરી ખાતામાં ઉપજને મોટો ભાગ ગળી જાય છે તે. તે કારણથી આપણે વહિવટ વધારે ખર્ચાળ છે. અને તેજ મોટું કારણ છે.