________________
૩૭૪
પ્રકરણ - મું.
તમામ ખરચ ભરી આપવું જોઈએ. જે હિંદમાં બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપનાથી બન્ને પ્રજાઓને લાભ થયે છે એમ ધારીએ તે બન્નેએ ખરચના હિસ્સો આપવો જોઈએ. હિંદુસ્તાને હિંદુસ્તાનમાં જે વહિવટી ખરચ થાય તે તમામ આપવું, અને ઇંગ્લડે ઈંગ્લંડમાં જે નાણાં આપવાં પડે છે તે આપવાં. પણ હિંદુસ્તાનમાં બ્રિટિશ રાજયની સ્થાપનાના કાળથી જ જુદું ધોરણ હાથ ધરવામાં આવ્યું હતું અને પરિણામે હિંદુસ્તાનમાંથી સતત અપવાહ ચાલ્યાં કર્યો. જેમ જેમ વર્ષો જતાં ગયાં તેમ તેમ વધવા માંડે અને તેણે એકવાર આ બાદી ભોગવતી ઉદ્યમી અને શાન્તિને ચાહનારી પ્રજાને નિર્ધન કરી નાંખી. આ પરિણામ તે વખતે પણ વિચારશીલ અંગ્રેજ દીર્ધ દષ્ટિથી જોઈ શક્યા હતા.
૧૮૩૯માં મોન્ટગેમરિમાર્ટિન લખે છે કે “બ્રિટિશ હિંદુસ્તાનમાંથી આ અપવાહ જે અત્યારે ૩૦ લાખ પાઉંડ જેટલું છે તે બાર ટકાને ચક્રવૃદ્ધિ વ્યાજે ત્રીશ વર્ષમાં બે કરોડ ઓગણચાળીસ લાખ સત્તાણું હજાર નવસે સત્તર પાઉંડ જેટલે થાય; અને વ્યાજનો દર હલકે ગણીએ તો પણ પચાસ વર્ષમાં આઠ અજ ચાળીસ કરોડ જેટલો થાય. આ સતત અને વધતો જતો અર્થશેષ ઈગ્લેંડ જેવા દેશને પણ પાયમાલ કરી નાખે તો હિંદુસ્તાન કે જ્યાં એક મજુરની રોજી બે પેન્સથી ત્રણ પેન્સ જેટલી જ છે, ત્યાં તેની કેવી અસર થતી હોવી જોઈએ ?
પચાસ વર્ષ થયાં આપણે વર્ષોવર્ષ વીસથી ત્રીસ અને ચાળીસ લાખ સુધી હિંદુસ્તાનમાંથી ઘસડતા ચાલીએ છીએ; અને તે ઈગ્લંડમાં વેપારીની ખોટો પૂરી પાડવામાં, કરજના વ્યાજ તરિકે, ઈંગ્લેંડના હિંદના ખાતાના અધિકારીઓના પગાર માટે, અને જેમનાં જીવનો હિંદુસ્તાનમાં ગયાં છે, તેમના સંચયને ઇંગ્લંડની ભૂમિમાં વિનિયોગ કરવા માટે આવી રીતનો આવો માટે સતત શેષ, જે કાંઇપણ આકારમાં હિંદને પાછો મળતો નથી તેની માઠી અસરને પ્રતિકાર કરે અશકય છે.”