________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૩૭૩
વિકટોરિયા ગાદીએ બેઠાં તે તારીખે પાછલાં વેંતાળીસ વર્ષના હિસાબમાં સંગીન વધારો દેખાય છે.
ઉપર જે આંકડા આપવામાં આવ્યા છે તે ઉપરથી જણાશે કે ચાદ વર્ષ ખોટનાં હતાં તો બત્રીસ વર્ષ નફાનાં હતાં; અને જ્યારે કુલ બોટ એક કરોડ શીતેર લાખની હતી ત્યારે નફો ચાર કરોડ નવ લાખનો અથવા લગભગ પાંચ કરોડનો હતો એટલે આ છે તાળીસ વર્ષમાં ત્રણ કરોડ બે લાખને નફો થયો હતો. પણ આ ધન હિંદુસ્તાનમાં સંચિત થયું નહીં, તેમજ જલાશય કે એવાં બીજા સુધારાનાં કામ પાછળ વપરાયું પણ નહીં. પણ કમ્પનીના ભાગીદારોને વ્યાજમાં આપવા માટે વર્ષોવર્ષ ઇંગ્લંડને જમા તરીકે આપવામાં આવતું. વળી વિશેષમાં હિંદુસ્તાનમાંથી જે ના આવી રીતે જતાં તે આ વ્યાજ પુરતાં ન હોવાથી હિંદને હિસાબે કરજ થતાં; જેનું નામ હિંદુસ્તાનનું જાહેર કરજ' અને તે પણ હિંદની રૈયત ઉપર જ બોજો, કારણ કે તે કરજ,”નું વ્યાજ તેમને જ આપવું પડતું. હિંદુસ્તાનના દુઃખદ નાણાં પ્રકરણ ઇતિહાસમાં આ બીના દુઃખદમાં દુઃખદ છે.
આ વ્યાજ કરજ ૧૭૮૨ માં શિત્તેર લાખથી સહેજ વધારે હતું; ૧૮૯ માં એક કરોડ સુધી પહોંચ્યું; વેસ્લીના યુધ્ધોને લીધે ૧૮૦૫ માં તો બે કરોડ એક લાખ સુધી થઈ ગયું, અને તેમાં ૧૮૦૭ સુધીમાં વળી છ લાખ ઉમેરાયા; અને ૧૮૨ માં ત્રણ કરોડ સુધી પહોંચ્યું. લોર્ડ વિલ્યમ બેન્ટિન્કના ભલા રાજ્ય વહિવટથી આ કરજ ધીમે ધીમે ઓછું થતું ગયું, અને ૧૮૩૬ માં બે કરોડ સાત લાખ સુધી આવ્યું હતું.
હિંદ અને ઈંગ્લંડની પ્રજાઓ વચ્ચે જે ન્યાયી ગોઠવણ હોય તે હિંદુસ્તાને તમામ વહિવટી ખરચ આપવું જોઈએ; અને ઇંગ્લેંડે સામ્રાજ્ય
સ્થાપવાનું–જેનાથી પિતાની સત્તા અને વેપારને આટલો લાભ થશે, અને જે પિતાના છોકરાઓને માટે રોજગારનું એક મોટું સાધન છે તે સ્થાપવાનું –