________________
પર
પ્રકરણ ૮ મુ.
ઉપર કાર્ટને અપીલ કરવાને હક નહિ, ત્યાં દરેક નવી જમાબન્દી વખતે હે સુલતા આંકડા વધતાજ ગયા અને ખેડુ ગરીબ અને સાધનહીન થતા ગયા. લેર્ડ કેનિન્ગ જેઓ ૧૮૫૮ થી ૧૯૬૨ સુધી વાઇસરોય હતા તેમણે મુંબઇ ઇલાકામાં અચળ આકાર દાખલ કરવાની દરખાસ્ત કરી; પણ ૧૮૮૩ માં ઇન્ડિયા એસેિ એ દરખાસ્ત નામંજુર કરી. માર્વેસ એક્પન જે ૧૮૮૦-૮૪ સુધી આપણા વાઇસરાય હતા તેમણે જમીનની હેસુલ ભાવમાં અમુક વધારા થાય તે। જ વધારવી એવા ચેોખ્ખા નિયમ કરવાની દરખાસ્ત કરી. પણ તે દરખાસ્ત ઇન્ડિયા ઓફિસે ૧૮૮૫ માં રદ કરી.
જમીનના કરના સંબંધમાં જે ન્યાયી અને સમજી શકાય તેવી મર્યાં. દાએ મૂકવાની દરખાસ્ત વખત વખત થઇ તે તમામ દરખાસ્તા ૨૬ ગઇ; અને મુંબઇની પદ્ધતિ ખેડુતને જાણે દરિદ્ર અને સાધનહીન રાખવાના હેતુથીજ નિર્માંઇ હેાય તેવી થઇ રહી છે. એને લીધે ખેડુત શાહુકારના પંજામાં વધારેતે વધારે સપડાતા જાય છે. અને મુંબઇમાં ઓગણીસમા સૈકાની પૂર્ણાહુતિ એક સર્વવ્યાપી ત્રાસદાયક દુષ્કાળથી થઇત્યારેવિવેકી અને વિચારશીલ માણસો એમ ધારતા કે લાર્ડ હૅલિફેકસની મર્યાદાને અમલમાં મૂકવાનાં લેર્ડ રિપનની દરખાસ્ત પ્રમાણે મર્યાદા બાંધવાનાં ક ઇ પગલાં લેવાશે. પણ તેવાં કાંઈ પગલાં લેવાયાં નથી; અને એથી ઉલટું લોડૅ કર્ઝને હમણાં એક એવા નવા કાયદ્વાને મંજુરી આપીછે, કે જેથી મરાઠા રાજ્યે પણ સ્વીકારેલા, અને એલ્ફિન્સ્ટન અને વિન્ગેટના વખતમાં બ્રિટિશ સરકારે મંજુર રાખેલા માલકી હકકા મ્હેસુલમાં ન ભરાયાના કારણથી જ્યારે ખેડુતની જમીન જપ્ત કરવામાં આવે ત્યારે લઇ લેવા એવે ઠરાવ કરવામાં આવ્યા છે. પરિણામ એ આવ્યું છે કે જ્યારે મુંબઇના ખેડુતે રાજ્ય હક્કની મર્યાદા બાંધવાની અરજ કરી ત્યારે દુનિયામાં તેની જે કાંઇ મીલકત-જમીન-જેની જે કાંઇ બજારમાં કિમત હતી તે લઇ લઈને તેને દુઃખમુક્ત કર્યાં.