________________
બ્રિટિશ હિંદુસ્થાનને આર્થિક ઇતિહાસ. ૩૪ ઈન્સાફી ધેરણને બદલે આકારને માટે કેવળ અવ્યાવહારિક-ભૂસ્તર શાસ્ત્રનું ધોરણ દાખલ કરે છે અને જમીનની વર્ગવારી કરવા સારૂ દસ બાર શિલિંગના પગારદાર કલાસરોનાં ટોળેટોળાં ખેડૂત ઉપર છોડી મૂકે છે. વળી આ રીતે ચેકસ નિયમો પ્રમાણે ખેતરવાર આકાર આકાર, પણ આખા જીલ્લા ઉપર કેટલી રકમ મૂકવી તેને નિર્ણય તે જીલ્લાની પૂર્વની સ્થિતિ અને તેના પૂર્વના ઈતિહાસ ઉપરથી કરે. આમ જે એક બાબતમાં લોકો સરકાર પાસેથી ત્રીસ વર્ષ પછી શું થશે તે બાબતમાં તસલ્લી માગે તે બાબતમાં તો તેમને કંઈપણ તસલ્લી મળી નહિ. ઇસ્ટ ઇનિયા કમ્પનીના નેકરે પિતાની હકની કાંઈ પણ મર્યાદા બાંધે નહિ. દરેક નવી જમાબન્દીને ટાંકણે લેકેની સ્થિતિ પ્રમાણે પોતાનો હક વધારવા ફેરવવા તેઓએ સત્તા રાખી. દરેક નવી જમાબન્દીને ટાંકણે વસુલાતી અધિકારીઓને આકાર વધારવાની નિરંકુશ સત્તા આપવી એના જેવી ખેડૂતને હમેશને માટે ગરીબ અને સાધન રહિત રાખવાની બીજી રીત યોજવી મુશ્કેલ છે. જમીનનો કર મુકરર કરવામાં ખેડૂતને કંઈજ અવાજ નથી. કર મુકરર કરતી વખતે તેને પુછવામાં આવતું નથી. પણ તે મુકરર કર્યા પછી એને એમ કહેવામાં આવે છે કે અમે મુકરર કરેલો કર તારે આપ, અથવા તારી બાપ દાદાની જમીન છેડી દેવી અને ભુખે મરવું.
આ જમાબન્દીના કામમાં જેમણે ભાગ લીધે છે તેમના શબ્દોથી આ વાત જરાપણ વધારીને કરવામાં આવે છે એમ નથી. એમ સહજ સમજાશે. ૧૮૫૩ માં કમ્પનીને પટો તાજો કરવાનું હતું, તે વખતે હમેશની રીત પ્રમાણે પાર્લામેન્ટરી કમિટિ નીમાઈ, અને હિંદુસ્તાનના રાજ્યના દરેક ખાતાની તપાસ થઈ ૧૮૫૨ માં દિવાને આમ અને દિવાને ખાસની સભાઓની કમિટિએ પુરાવો લઇ રિપોર્ટ ઘડ્યો. વળી ૧૮૫૩ માં પણ તેમણે બીજે પુરાવો લીધે; ઉમરાવોએ છ રિપોર્ટો કર્યા, અને આમની સભાની કમિટિએ ત્રણ. આ દરીઆમાંથી આપણે મિ. ગોલ્ડફિન્ચ નામને એક અમલદારને