________________
૩૪૪
પ્રકરણ ૮ મું.
કંઈ ઉથલ પાથલ કરી મૂકી હોત, પણ હિંદુસ્તાનમાં મુંબઈના વસુલાતી અધિકારોના આચાર વિચારમાં તેણે કંઇ પણ ફેરફાર કર્યો નહિ. એલિફન્સ્ટને આદરેલી માપણી અને જમાબન્દી ૧૮૨૪-૨૮ માં મુંબઈના સિવિલ સર્વિસ વાળા મિ. પ્રિન્ગલે શરૂ કરી હતી અને જમીનની ઉપજના ખોટા અને વધારે પડતા અંદાજ ઉપર આંકણું કરી હતી જેથી બહુ માઠાં પરિણામો આવ્યાં.
કિંગલની આંકણીનો પાયો જમીનની માપણી, જુદી જુદી જમીનની ઉપજનો અંદાજ અને ખેતીનું ખરચ; એ ઉપર રચાયો હતો. અને સરકાર હક મુકરર કરવાનું ધોરણ આ રીતે કાઢેલી ખખી ઉપજના ૫૫ ટકાનું રાખવામાં આવ્યું હતું. માપણીના પહેલાં જ કામમાં બહુ ભલે હતી અને ઉપજનો અંદાજ જે આ કામમાં મુખ્ય બાબત હતી અને જે બહુ વિચાર અને શ્રમ પૂર્વક કાઢવામાં આવ્યો હતો, તેમાં એટલી તો ભૂલો હતી કે કંઈ કસર નહિ. પહેલેથી જ ભર આકાર જેવું કાંઈ લઈ શકાશે એ અશકયજ માલમ પડયું. કેટલાક જીલ્લાઓમાં અરધ પણ વસુલ થઈ શક્યું નહિ. દિવસે દિવસે મામલે વધતો ગયો. વર્ષોવર્ષ બાકાત વધારે રહેતી ગઈ અને ટીમલ થતે જ ગયે. તેમને તેમ મહેસુલ દરમાં ફેરફારો કરવા પડ્યા અને મારીઓ આપવાની જરૂર પડતી ગઈ. લાચાર ખેડુત પાસેથી જેમ બને તેમ વધારે નાણું કાઢવાના યત્નો કાયદેસર, ગેરકાયદે, એમ થવા લાગ્યા. જે તેઓ આપે નહિ અથવા આપી શકે નહીં તો તેમને દેહદંડ થાય, અને તેના કેટલાક દાખલા તો બહુજ ક્રૂર અને અવર્ણનીય. સંખ્યાબંધ લેક પિતાનાં ઘર છોડી પડોશના દેશી રાજ્યોમાં ચાલ્યા ગયા; પ્રદેશોના પ્રદેશ ઉજડ થઈ ગયા, અને કેટલેક ઠેકાણે તે ખેડવાણ જમીનના ત્રીજા ભાગની જમીન અત્યારે ખેડાય છે.
આ પદ્ધતિ છેવટે તજાઈ. મુંબઈની સિવિલ સર્વિસવાળા મી. ગોલ્ડસ મીડે અને લેફટનન્ટ વિગેટે સન ૧૮૩૫માં નવી માપણી શરૂ કરી; આ લેફટેનન્ટ વિગેટ પાછળથી સરજર્જવિગેટ થયા.