________________
બ્રિટિશ હિંદુસ્થાનનો આર્થિક ઇતિહાસ.
૨૪૧
કોઈપણ લોક એવો નથી કે જેમની સાથે સારો વેપાર થઈ શકે એવી તેમની આબાદી થાય.
“પરદેશ મોકલવા જેવી વસ્તુઓ પેદા કરવાનું ત્યાંજ બની શકે છે જ્યાં આજે ભારે કરે ન હોય. બંગાળા કે જ્યાં અચળ જમાબંદી થઈ છે, અને જ્યાં પ્રથમની ભારે લેતરીની અસર હવે દેખાતી નથી ત્યાં તે બની શકે.. પણ જયાં રૈયતવારી કર લેવાય છે, અથવા જ્યાં ઉપજ નિપજના ૪૫ થી ૫૦ ટકા રાજ્ય હકના લેવાય છે ત્યાં તે બનવું અત્યંત મુશ્કેલ છે.
એવા દાખલાની મને તે માહિતી છે કે જ્યાં લેક પાસે ઉપજી નીપજ કરતાં વધારે મહેસુલ લેવાઈ છે. મને એવી પણ ખબર છે કે કેટલેક ઠેકાણે મહેસુલનો આકાર કયારીની જમીન, અથવા બગીચાની જમીન, કે મારી દ્રાક્ષ અને બીજી ઉંચી પેદાશની જમીન તરીકે મુકરર કરેલ હોય, અને તેનું કારણ ખાસ નોંધેલું હાથ; પરંતુ જ્યાં તે જમીન આપણે જોઈએ ત્યાં આપણને માલુમ પડે કે જે જગાનું આવું ઉંચું વર્ણન આપેલું હોય ત્યાં માણસની યાદદાસ્તમાં જંગલ કરતાં બીજું કાંઈ જ ન હોય.”
હિંદુસ્તાનમાં મહેસુલના આકાર સંબંધી આ લાગણી એક પ્રસિદ્ધ પુસ્તકમાં આખર પ્રકટ થઈ. લેફટનન્ટ કર્નલ બ્રિસે આ બાબતની પ્રાચીન રીત રીવાજોની સવિસ્તર તપાસ કરી હિંદુસ્તાનની જમીનની મહેસુલનું
સ્વરૂપ એક પુસ્તકમાં નિરૂપણ કર્યું છે. અત્યાર સુધી ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીએ હિંદુસ્તાનને પિતાની માલિકીના મુલક તરીકે જ લેખ્યું હતું, અને પ્રાચીન હક્ક અને રીત રીવાજોની કંઈપણ દરકાર કર્યા વિના તેમાંથી જેમ બને તેમ વધારે ઉપજ લેવાના યત્નો કર્યા હતા, આ રીત વિરુદ્ધ જેન બ્રિગ્સ મોટું યુદ્ધ ઉપસ્થિત કર્યું. પિતાના મહાન અને પ્રમાણભૂત ગ્રંથદ્વારા તેણે પોતાના કાળના અને ભવિષ્યના અંગ્રેજોને સ્પષ્ટ સમજાવ્યું કે હિંદુસ્તાનમાં જમીન ઉપર રાજ્યની માલકી કદી પણ ન હતી. જમીન બધે ઠેકાણે સુધરેલી પ્રજાઓમાં છે. .