________________
પ્રકરણ ૮ મું.
ધારવાડ, આ જીલ્લે મિ. રોટ સેન્ટ થેકરીના વહિવટમાં હતો. તેઓ એક અનુભવી રેવિન્યુ અમલદાર હતા, લેકા સાથે બહુ મળતા, અને તેમણે પૂછેલા જવાબના કેટલાક લાક્ષણિક ઉત્તરો મોકલ્યા છે. રવિન્યુ અમલદારે ખેતી સુધારવા સારૂ જાત મહેનતથી શ્રમ લે છે કે નહિ, તેના સંબંધમાં મારો જવાબ એવો છે તે તેઓ ખેડુતને ઉત્તેજન આપવાને બદલે હેરાન કરે છે, અને તેમને હતુ કાગળીઓ ઉપર ખેતીનો વધારે બતાવવાનો હોય એમ જણાય છે. દેશની સાધનસંપત્તિ વધારવા તરફ કંઇ લય હોય એમ જણાતું નથી. ખેડુ પિતાના નફા માટે ખેડે છે, અને જ્યાં આ નફે પૂરત હોય છે ત્યાં તેને બીજી આરની જરૂર નથી.
દક્ષિણ (સામાન્ય)
આ અને બીજા જીલાઓના રિપોર્ટ સામેલ રાખીને મિ. ચેપ્લિને દક્ષિણની જમાબન્દી સંબંધી એક ખુલાસાવાર રિપોર્ટ કર્યો હતો તેના ઉપર હવે આપણે આવીએ. દક્ષિણમાં પહેલાં મલેક અમ્બરે એક જમાબન્દી કરી હતી તે ઉત્તર હિંદુસ્તાનમાં ટોડરમલવાળી જમાબન્દીના જેવી જ પ્રખ્યાત હતી; મલેક અમ્બરની જમાબદી દરેક ગામ માટે નિયત નાણાંની રકમના રૂપમાં હતી. અને તેનું ધોરણ પ્રાચીન મિરાસી હક્કને કાયમ કરવા ઉપર હતું. જેથી દેશની ખેડવાણ જમીન માલિકી હકની મિલકતના તમામ ગુણો વાળી થઈ શકે.
નવા સ્થપાયેલા બ્રિટિશ રાજ્ય સારૂ હક મુકરર કરવા ઉપર આવતાં તે લખે છે કે, “હું ધારું છું કે મધ્યમ સ્થિતિના ખેડુત પાસે દશ એકર આકાશી અને એકાદ વિશે વાડીની જમીન હોય છે; અને તેની પાસે બે હળ અને