________________
બ્રિટિશ હિંદુસ્થાનને આર્થિક ઇતિહાસ. ૨૭ ગામડાઓ કુલાર્ગો કે બેટગી કહેવાય છે, પહેલી તરેહનાં ગામમાં ખેડુતને મુકરર વજેભાગ આપ પડે છે, અને તે સિવાય તેની પાસે બીજું કંઇ લેવાતું નહિ. પણ ખોટી ગામમાં ખોટ અથવા મુખી અમુક અનેક પ્રકારની રૈયત પાસેથી અમુકજ લઈ શકે પણ બીજા ખેડુતો પાસેથી અથવા પિતાની જમીન ખેડવાવાળા પાસેથી તેઓ નજરમાં આવે તે રીતે સારું કરી શકે છે. અને તેથી આ જીલ્લામાં બે જ પ્રકારના ખેડ હકની રીત છે. ધરકરી અને અર્જેલી તેને ખુલાસે મળી શકે છે.
પહેલી તરેહ દક્ષિણના મિરાસી હક્કના જેવી છે; કારણ કે જ્યાં સુધી દેશરીવાજ પ્રમાણે એ આપ્યાં કરે ત્યાં સુધી તેને કબજે છોડાવી શકાતો નથી. અને જો કે તે વેચાણ કરી શકતા નથી તે પણ તે બેશક ઘરેણે મુકી શકે છે. અને એમ મનાય છે કે તેને તેની વ્યવસ્થા કરવાને સર્વ હક્ક છે.
અર્ધલી રૈયત બીજે ઠેકાણે ઉપ્રી છે તેના જેવા હકવાળી છે. તે પેટ અથવા બીજા કોઈ ધારણ કરનારની ખેડ હેય છે, તેનાથી તેની જમીન વેચી શકાય નહિ, તેમ ઘરેણે મુકી શકાય નહિ; કારણ કે તે જમીન ઉપર હક્ક તે બીજાજ છે; અને એ માત્ર રજામંદીથી કબજો ભોગવે છે. જો માલીક પિતાના હાથમાં જમીન રાખવાને વિચાર કરે અથવા બીજા કોઈને સાંથવાનો વિચાર કરે તો તે કબજેદારના કબજે છોડાવી શકે છે. જો કે બીજાને આપવામાં જે કબજેદાર નિયમસર વસુલ આપે જતો હોય તેના ઉપર એક પ્રકારની કૂરતા થઈ મનાય, વસુલના કરાર ઘણું કરી વર્ષો વર્ષ નવા થાય છે, એટલે માલીકની જે જમીન છોડાવવાની મરજી હોય તે તેને હકક એટલે સુધી વધારી મુકે કે જમીન ખેડવી પિસાય નહિ. અર્ધલી હકક વાળી જે યિત ક્યારીની જમીન વાવે છે તે ઘણે ભાગે માલીકને વજેને અરધ ભાગ આપે છે.
આ ઉપરથી આપને જણાશે કે ખોટ બંગાળાના નાના જમીનદાર જેવા છે.