________________
બ્રિટિશ હિંદુસ્થાનને આર્થિક ઇતિહાસ
૩૩
હિંદુઓને સુધારવા સારૂ તેમના વહેમનો ઉપયોગ કરે અને ધર્મના બંધનથી તેમના દુર્ગુણ ઉપર અંકુશ મૂકે તે વધારે સારું છે; કારણ કે કાયદા કરતાં તે વધારે બલવાન છે. એમના હમણાંના સિદ્ધાન્ત સાચવી રાખ્યાથી અને શુદ્ધ કર્યાથી અને તેની સાથે તેમની બુદ્ધિને પ્રકાશ આપ્યાથી આપણે પૂર્ણતાના ધોરણ ઉપર તેમને લાવવા ઇચ્છીએ છીએ તેની નજીક આપણે લાવી શકીશું; પણ તેમના ધર્મના સિદ્ધાન્ત ઉપર કોઈ પણ પ્રકારને હુમલો થાય અને તે જે ફતેહમંદ થાય તે જેમ વ્યવહારમાં આપણે જોઈએ છીએ તેમ સિદ્ધાન્તમાં પણ ધર્મ માટે તેમનું તમામ માન નષ્ટ થઈ જાય, અને હેમી સિદ્ધાતે પણ કામ ક્રોધાદિક ઉપર જે અંકુશ મૂકે છે તે ઉપયોગી અંકુશમાંથી તેઓ કેવળ નિર્મુક્ત થઈ જાય એ સંભવિત છે.”
ગામ પંચાત
આ બધી ખામીઓ છતાં મરાઠાને મુલક આબાદ રહ્યા, અને આપણા વધારે સારા રાજ્યતંત્રમાં કેટલાક દુકામાંથી લેક પણ મુક્ત હતા, તેથી તે પદ્ધતિની દેખીતી ખામીની સામે કંઈ ફાયદા હેવા જોઈએ. મને એમ લાગે છે કે તે ફાયદા એવા હશે કે જેકે રાજ્યતંત્ર લેકને ન્યાય મળે તેને માટે કંઈ કરૂં નહિ પણ તે ન્યાય પોતે પોતાની મેળે મેળવી લે એટલી એમને
સ્ટ આપતું. આને શાયદો હલકી જતોમાં બહુ જણા; જે જાતો ઉપર રાજ્યતંત્ર પહેાંચી શકે નહિ અને પ્રત્યેક રાજ્યતંત્રમાં જે જાતે વિસરાઈ જવાનો સંભવ પણ છે, તેમાં ખાસ કરીને.
પંચાયતના સાધનથી તેઓ પિતતામાં ઈન્સાફ કરી શકતા. આ પદ્ધતિની સામે જે વાંધા લેવામાં આવે છે તે વાંધાઓને તેમના સંબંધમાં અવકાશ બડુ થોડે જણાય છે.